બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / Madhu Srivastavs ticket is all but decided BJP has almost decided on the name for Waghodia seat

વડોદરા / મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ, ભાજપે વાઘોડિયા બેઠક માટે લગભગ નક્કી કરી લીધું નામ, સૂત્રોથી મળી માહિતી

Kishor

Last Updated: 06:53 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની વાઘોડિયા બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ વર્તાઇ રહ્યા છે.

  • વડોદરાની વાઘોડિયા બેઠકને લઈને મહત્વના સમાચાર
  • મધુ શ્રીવાસ્તવની કપાઈ શકે છે ટિકિટ
  • વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ઉતારી શકે છે ભાજપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જોકે લાંબી મહેનત અને મંથન બાદ હવે ગમે તે ઘડીએ ભાજપ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક સતત પણ ચર્ચામાં રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ શકે છે. 

પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સનને મળશે તક?
જાણવા મળતી વિગત અનુસાર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી ભાજપ દ્વારા વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. જેમાં પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સન પારુલ પટેલને ટિકિટ મળે તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. આ ચર્ચાને લઇને વાઘોડિયા બેઠક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એકબાજુ મધુ શ્રીવાસ્તવ પોતે ચુંટણી જંગમાં મોટી લીડથી જીતતા હોવાનું અગાઉ નિવેદન આપ્યું હતું. ત્યારે આગામી સમયમાં આ બેઠક પર નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ગુપ્ત બેઠકમાં મધુ શ્રીવાસ્તવને રખાયા હતા દૂર 
ઉલ્લેખનીય છે કે,  તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક  આવેલ પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી હતી. જેમાં વિગત મુજબ આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા હતા.  બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે તેવી ચર્ચા જાગી હતી.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ