બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / lumpy virus 67 thousand cattle died milk production fell today important meeting

BIG NEWS / ભારતમાં લમ્પી વાયરસના કારણે અત્યાર સુધીમાં 67 હજાર પશુધનના મોત: દૂધ ઉત્પાદન પર માઠી અસર, કેન્દ્રએ બોલાવી બેઠક

Pravin

Last Updated: 03:27 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુઓમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસને લઈને કેન્દ્રીય લેવલ પર આજે એક મહત્વની બેઠક થઈ હતી, જેમાં પશુઓના રસીકરણ અને તેના પાલન અંગે ચર્ચા મહત્વનો મુદ્દો હતો.

  • લમ્પી વાયરસને લઈને અત્યાર સુધીમાં 67 હજારથી વધુ પશુઓના મોત
  • લમ્પી વાયરસને લઈને આજે મહત્વની બેઠક બોલાવી હતી
  • પશુઓના રસીકરણ અને અન્ય પાલન પર ચર્ચા 

ભારતમાં કોરોના વાયરસથી અલગ હવે લમ્પી વાયરસે સરકારની ચિંતા વધારી દીધી છે. લમ્પી વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં 67 હજારથી વધારે પશુધનના મોત થઈ ચુક્યા છે. તેનાથી દૂધ ઉત્પાદન પણ પ્રભાવિત થઈ રહ્યા છે. તેને જોતા આજે એક મહત્વની બેઠક બોલાવામાં આવી હતી. પશુપાલન અને ડેરી વિભાગના સચિવ જતિન્દ્ર નાથ સ્વૈને કહ્યું કે, બેઠકમાં આ વાયરસના નિવારણ માટે પશુઓને રસીકરણ ઉપરાંત અન્ય પાલન પર વિસ્તારથી ચર્ચા થશે.

સચિવ જતિન્દ્ર નાથ સ્વૈને કહ્યું છે કે, હાલમાં ગોટ પોક્સ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ 100 ટકા પ્રભાવી છે. જો કે, આ રસીની સંખ્યા મર્યાદિત હોવાની હાલમાં મોટી અડચણો આવી રહી છે. તેને બનાવતી કંપનીને તેનું ઝડપી ઉત્પાદન કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી કૃષિ અનુસંધાન નિકાસ આઈસીએઆરની બે સંસ્થા દ્વારા વિકસીત એલએસડી માટે એક નવી રસી લમ્પી પ્રોવેકઈંડની વ્યવસાયિક રજૂઆતમાં 3-4 મહિનાનો સમય લાગી શકે છે. 

આ રાજ્યોમાં સૌથી વધારે તકલીફ

લમ્પી વાયરસથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે તકલીફો જોવા મળી છે. અહીં સૌથી વધારે પશુધન ચપેટમાં આવ્યું છે. આંધ્ર પ્રદેશ અને આંડમાન તથા નિકોબાર દ્વિપ સમુદમાં અમુક છુટક કેસો આવ્યા છે. જતિન્દ્ર નાથ સ્વૈને કહ્યુ કે, રાજસ્થાનમાં દરરોજ મરનારા પશુઓેની સંખ્યા 600-700 છે, પણ અન્ય રાજ્યોમાં આ સંખ્યા એક દિવસમાં 100થી ઓછી છે. 

દૂધ ઉત્પાદનમાં અસર વર્તાઈ

તો વળી પશુઓના મોતના કારણે દૂધ ઉત્પાદન પર પણ તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે, ગુજરાતમાં દૂધ ઉત્પાદન 0.5 ટકા નીચે આવ્યું છે. કારણ કે રસીકરણથી ગુજરાતમાં સ્થિતિ કંટ્રોલમાં છે. જો કે, બીજા રાજ્યોમાં તેની વ્યાપક અસર માનવામાં આવે છે. મદર ડેરીના ડિરેક્ટર મનીષ બંદલિશે કહ્યું કે, સમગ્ર યોજનામાં દૂધના ઉત્પાદન પર મામૂલી અસર પડી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ