બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Love Jihad must be rooted out, daughters must be protected from heathens, what precautions to take, know all

મહામંથન / લવજેહાદનો જડમૂળથી ખાતમો જરુરી, દીકરીઓને વિધર્મીઓથી બચાવવી પડશે, શું શું સાવધાની રાખવી, જાણો તમામ

Vishal Khamar

Last Updated: 09:07 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃત્યુ કોઈનું પણ થાય એ મૃતકના આપ્તજનો માટે દુખદ જ હોવાનું પરંતુ ઘણીવાર મૃત્યુનું દુખ વધારે થાય તેની પાછળ સમય સંજોગ અને કારણો બહુ મોટી ભૂમિકા ભજવે છે. વિધર્મી યુવકનાં ત્રાસથી દિકરી એટલી હદે કંટાળી જાય છે કે આપઘાત કરી લે છે.

દીકરી શબ્દ જ અતિશય વ્હાલો છે અને એ વ્હાલસોયી દીકરી કોઈ વિધર્મી યુવકની પ્રેમજાળમાં ફસાઈને એટલી હદે ત્રાસ અનુભવે કે પોતાની જિંદગી ટુકાવી દે ત્યારે એ મા-બાપ કે આપ્તજનો ઉપર શું વીતતી હશે તેની કલ્પના જ કરવી રહી. ખેડા જિલ્લામાં જ વિધર્મીની પ્રેમજાળમાં ફસાઈને યુવતીએ આપઘાત કર્યાના બે કિસ્સા સામે આવ્યા. આવા બનાવ પણ પહેલીવાર નથી. ગુજરાતમાં એવા અનેક કિસ્સા તાજેતરના મહિનામાં જ બન્યા કે જેમાં યુવતી કે સગીરા વિધર્મી યુવકની જાળમાં ફસાઈને પરેશાન થઈ હોય. સવાલ ગંભીર એટલા માટે છે કે રાજ્યમાં આ મુદ્દે કાયદા પણ કડક બન્યા છે છતા આવા કિસ્સા સમયાંતરે બનતા જ રહે છે. આવા સમયે આવી ઘટનાઓ અટકાવવી તો કેમ અટકાવવી. દીકરીની ખુદની સતર્કતા તેને આવી ઘટનાઓથી બચાવી શકે કે કેમ. વાલીઓ આ બાબતે શું સાવધાની રાખે.

  • વિધર્મી સાથે પ્રેમમાં દીકરીએ જીવ આપ્યો
  • ડાકોરની યુવતીએ વિધર્મીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો
  • વિધર્મી યુવક પ્રેમસંબંધ તૂટ્યા બાદ પણ યુવતીને પરેશાન કરતો હતો

વિધર્મી સાથે પ્રેમમાં દીકરીએ જીવ આપ્યો. ડાકોરની યુવતીએ વિધર્મીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો. વિધર્મી યુવક પ્રેમસંબંધ તૂટ્યા બાદ પણ યુવતીને પરેશાન કરતો હતો. ગુજરાતમાં વિધર્મી યુવકના પ્રેમમાં દીકરીઓ ફસાઈ હોય તેવા કિસ્સા વધ્યા છે.  દીકરી અને તેના પરિવારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હોય તેવા બનાવ બન્યા. વિધર્મી યુવક દ્વારા દીકરીને ધમકી મળી હોય તેવા કિસ્સા પણ વધ્યા છે.

  • ડાકોરની 22 વર્ષીય યુવતી મુસ્લિમ યુવક અબ્દુલ્લા મોમીનના પ્રેમમાં હતી
  • યુવકની હકીકત ખબર પડતા યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો
  • ગિન્નાયેલા યુવકે યુવતીની હેરાનગતિ શરૂ કરી દીધી હતી

ડાકોરની યુવતી સાથે શું થયું?
ડાકોરની 22 વર્ષીય યુવતી મુસ્લિમ યુવક અબ્દુલ્લા મોમીનના પ્રેમમાં હતી. યુવકની હકીકત ખબર પડતા યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. ગિન્નાયેલા યુવકે યુવતીની હેરાનગતિ શરૂ કરી દીધી હતી. મોબાઈલ ઉપર તેમજ કોલેજના સમયે યુવતીને પરેશાન કરવામાં આવતી હતી. યુવતીના માતા-પિતા બહારગામ ગયા હશે ત્યારે યુવતીએ આપઘાત કરી લીધો. પિતાએ મોબાઈલ ચેક કરતા કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા. કોલ રેકોર્ડિંગમાં યુવક યુવતીને બદનામ કરવાની ધમકી આપતો હોવાનો ખુલાસો થયો. યુવતીનું અન્ય યુવક સાથે સંબંધ હોવાનું કહીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી. 

  • કપડવંજની પરિણીતાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો હતો
  • અંજીબેન પરમાર નામની મહિલાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું
  • પરિવારજનોએ પોલીસ સમક્ષ અનેક ખુલાસા કર્યા

કપડવંજની પરિણીતાનો કેસ શું હતો? 
કપડવંજની પરિણીતાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો હતો. અંજીબેન પરમાર નામની મહિલાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ પોલીસ સમક્ષ અનેક ખુલાસા કર્યા. મૃતકને મોહસીન અલી નામો આરોપી ઘણાં સમયથી પરેશાન કરતો હતો. મોહસીન અલી મહિલાને પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો. બદનામીના ડરથી મહિલાએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો. આરોપી મોહસીન બે બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું. મૃતક મહિલાને પણ ચાર મહિનાનું બાળક હતું. કપડવંજ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • મોરબીમાં હર્ષ સંઘવીએ યુવતીઓને ફસાવનારાઓ અંગે સૂચક નિવેદન આપ્યું
  • હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પ્રેમ કરવો એ ગુનો નથી
  • હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમને બદનામ કરનારાઓને નહીં છોડવામાં આવે

ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું હતું?
મોરબીમાં હર્ષ સંઘવીએ યુવતીઓને ફસાવનારાઓ અંગે સૂચક નિવેદન આપ્યું. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પ્રેમ કરવો એ ગુનો નથી. હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રેમને બદનામ કરનારાઓને નહીં છોડવામાં આવે. જો સલીમ સુરેશ બનીને યુવતીને છેતરશે તો તેને નહીં છોડાય. સુરેશ સલીમ બનીને યુવતીને છેતરશે તો તેને પણ નહીં છોડાય. 

તાજેતરની ઘટનાઓ આંખ ઉઘાડનારી

મહેસાણા

  • ડભાડા ગામમાં પરિણીત મુસ્લિમ શખ્સ પરિણીતાને ભગાડી ગયો

પાટણ

  • વિધર્મી યુવકે નામ બદલીને યુવતીને ફસાવી
  • યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું
  • યુવતી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી
  • યુવતી પાસેથી દાગીના સહિત 3 લાખ પડાવાયા
  • મારઝૂડ બાદ ઈજાગ્રસ્ત યુવતીને દાખલ કરવી પડી

વડોદરા

  • સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું

સુરત

  • વેસુ વિસ્તારમાં યુવતીને કંપનીમાં પાર્ટનર બનાવાઈ
  • આરોપીએ યુવતીનું શારીરીક શોષણ કર્યું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ