બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lord Krishna drowned Dwarka city can be seen in the sea, government is going to start a new project
Last Updated: 02:29 PM, 25 December 2023
ADVERTISEMENT
ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ્ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા)ને પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે. દરેક સ્થળનો પોતાનો ઇતિહાસ અને મહત્વ છે. દ્વારકામાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે.
દ્વારકાની સૌથી વધુ ચર્ચિત વાત એ છે, કે અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી, જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે. હવે વાત એમ છે કે સરકાર દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે. આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે.
રિપોર્ટ અનુસાર આ સબમરીન બેસીને દરિયામાં ડૂબી ગયેલ દ્વારકા જોવામાં 2 થી 2.5 કલાકનો સમય લાગી શકે છે અને કહેવાઈ રહ્યું છે કે તેનું ભાડું ઘણું ઊંચું હશે, પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપી શકે છે. રિપોર્ટ અનુસાર સબમરીનનું વજન લગભગ 35 ટન હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે. જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે.
સબમરીનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે. કહેવાય રહ્યું છે કે સબમરીનમાં માત્ર 24 મુસાફરો જ દર્શન મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.