Team VTV05:46 PM, 17 Apr 19
| Updated: 02:27 PM, 10 Oct 22
આણંદ એટલે આંદોલનોની ભૂમિ. લોખંડી પુરુષની જન્મભૂમિ. ઐતિહાસિક ખંભાતનો અખાત ધરાવતી ભૂમિ. લોખંડી પુરુષની આ ભૂમિના રાજકીય સમિકરણો પણ ઘણા પેચિદા છે.
આજે આપણે વાત કરીશું આણંદ લોકસભા બેઠક વિશે. આણંદ એટલે આંદોલનોની ભૂમિ. લોખંડી પુરુષની જન્મભૂમિ. ઐતિહાસિક ખંભાતનો અખાત ધરાવતી ભૂમિ. લોખંડી પુરુષની આ ભૂમિના રાજકીય સમિકરણો પણ ઘણા પેચિદા છે. પરંતુ રાજનીતિમાં દિલ્લી સુધી તેનો દબદબો છે. કહેવાય છે. કોંગ્રેસનો ગઢ. પરંતુ હાલ ભાજપનો દબદબો છે. જોકે ફરી અંહીં કોંગ્રેસ તરફી માહોલ બંધાઈ રહ્યો છે.. હયાત સાંસદથી જનતા નારાજ હોય તેવું લાગી રહ્યું છે. તો ગત વિધાનસભા ચૂંટણીમાં પણ અહીં કોંગ્રેસ તરફી માહોલ દેખાયો. ત્યારે શું કહે છે. આણંદના રાજકિય સમિકરણો અને શું જનતાનો મિજાજ આ તમામ મુદ્દે વાત કરીશું. પરંતુ એક નજર હાલની સ્થિતિ અને રાજકીય ગણિત પર પણ કરી જોઈએ..