બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / lok sabha passes the public examinations prevention of unfair means bill 2024

BREAKING / પેપરલીક કેસમાં 10 વર્ષની સજા, આટલો મોટો દંડ, લોકસભામાં પાસ થયું સાર્વજનિક પરીક્ષા બિલ

Dinesh

Last Updated: 07:20 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Public Examination Bill 2024: પેપર લીક કેસમાં દોષિત ઠરશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે, અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે

  • લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024 પાસ થયું
  • લોકસભામાં કેન્દ્રીય મંત્રી દ્વારા પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું 
  • વિધેયકમાં પેપર લીક કરવા મામલે કડક સજા અને દંડની જોગવાઈ


પેપર લીક કરનારાઓની હવે ખેર નથી, મંગળવારે લોકસભામાં જાહેર પરીક્ષા બિલ 2024 પાસ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રવેશ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સોમવારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ-પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાઓમાં અયોગ્ય પ્રવૃત્તિને રોકવાનો છે. આ બિલને મંત્રી જિતેન્દ્ર સિંહે ગૃહમાં રજૂ કર્યું હતું.

ડો.જિતેન્દ્ર સિંહે આ બિલ રજૂ કર્યું હતું
5 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા માટે કડક સજા અને દંડની જોગવાઈ છે. જો પેપર લીક કેસમાં દોષિત ઠરશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે. ચાલો અમે તમને જણાવીએ કે, પેપર લીક અને કોપીના કયા કેસમાં કેટલી સજા અને દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.

પેપર લીક કરવા બદલ 10 વર્ષની જેલ
જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ગુનેગારને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા આપવાના કિસ્સામાં જો કોઈ અન્ય વ્યક્તિ દોષી સાબિત થશે તો 3 થી 5 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા પેપર લીક અને નકલના કેસમાં સંડોવાયેલી હોવાનું જણાશે તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

વાંચવા જેવું: પહેલા આર્ટિકલ અને હવે જીતનો ટાર્ગેટ 370..., આખરે શું છે PM મોદીની બ્લુ પ્રિન્ટ પાછળનું ચૂંટણી ગણિત

આવો જાણીએ આ બિલની જરૂર કેમ પડી ?
ન માત્ર ગુજરાત પણ રાજસ્થાન, તેલંગાણા, એમપી,, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે. UPSC, SSC, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેપર લીક થવા કે નકલ થવાને કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ