બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Locals complained that alcohol mixed water coming in the area of Ahmedabad

દુષિત પાણી / અમદાવાદમાં આ વિસ્તારમાં દારૂની ભેળસેળવાળુ પાણી આવતું હોવાની ફરિયાદ, FSLની તપાસમાં થયો મોટો ખુલાસો

Kiran

Last Updated: 05:12 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં દારૂની ભેળસેળવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી, FSLની તપાસમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનો થયો ખુલાસો

  • સરખેજ ગામમાં 400 ઘરમાં દૂષિત પાણીની ફરિયાદ
  • દારૂની ભેળસેળવાળુ પાણી આવતું હોવાની ફરિયાદ 
  • FSLની તપાસમાં થયો મોટો ખુલાસો

વરસાદની સિઝનમાં પાણીની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં દારૂની ભેળસેળવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે જો કે તંત્રએ સમગ્ર મામલે તપાસ કરતા પાણીમાં દારૂ નહીં પણ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાનું ખુલાસો થયો છે. 



 

દારૂની ભેળસેળવાળુ પાણી આવતું હોવાની ફરિયાદ 

મહત્વનું છે કે ચોમાસાની સિઝન દરમિયાન અનેક ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતું હોય છે એટલું જ નહીં અનેક જગ્યા મોટી કંપનીઓ કેમિકલ યુક્ત પાણીની લાઈનો પસાર થતી હોય છે તેમજ કેમિકલ યુક્ત પાણી સીધી નદીઓમાં ઠાલવવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેમજ કેટલા કિસ્સાઓમાં કેમિકલવાળું પાણી સીધું ભુગર્ભમાં ઉતારી દેવાના પણ બનાવો આવતા હોય છે ત્યારે સરખેજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ભેળસેળવાળું આવતા અનેક ફરિયાદો ઉઠી રહી છે. 


FSLની તપાસમાં થયો મોટો ખુલાસો

સરખેજમાં અંદાજિત 400 જેટલા ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાનું મનાઈ રહ્યું છે તેમજ દુષિત પાણીમાંથી ગંધ પણ આવતી હોવાથી સ્થાનિકમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પણ વાત ધ્યાને લેવામાં આવતી નથી.

આખરે સ્થાનિકોના આક્ષેપ બાદ FSLની ટીમ પાણીના ચકાસણી અર્થે પહોંચી હતી જેમાં પાણીમાં દારૂ નહીં પરતું ગટરનું પાણી મિક્સ થતું હોવાનો ખુલાસો થયો હતો ત્યારે  સ્થાનિકો આવું ગટરવાળું પાણીનો ઉપયોગ કરવા મજૂર બન્યા છે જેને લઈ તંત્રની બેદરાકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ક્યારે સરખેજના લોકોના પીવાનું શુદ્ધ પાણી મળશે તે પણ એક સવાલ છે ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ