બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lion darshan will be closed from tomorrow in Sasan Gir

નિર્ણય / વન્યપ્રેમીઓ માટે મહત્વના સમાચાર: આવતી કાલથી સાસણ ગીરમાં સિંહદર્શન બંધ, જાણો હવે ક્યારથી ખુલશે

Dhruv

Last Updated: 08:29 AM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં વન્યજીવોનો સંવનનકાળ શરૂ થતો હોવાથી આવતીકાલથી સાસણ ગીરમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ થઇ જશે.

  • સાસણ ગીરમાં આવતીકાલથી સિંહદર્શન બંધ
  • ચાર મહિના સુધી નહીં થઈ શકે સિંહદર્શન
  • આવતીકાલથી 15 ઓકટોબર સુધી સિંહદર્શન બંધ

સિંહ પ્રેમીઓ માટે સાસણ ગીરમાં સિંહ દર્શનને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે આવતી કાલથી સાસણમાં તારીખ 15 ઓકટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. ચોમાસાના 4 મહિના સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે ચોમાસામાં સિંહનો સંવનનકાળ શરૂ થાય છે આથી ચોમાસાના 4 મહિના સુધી સિંહદર્શન બંધ રહે છે.

પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે

ચોમાસાની સિઝનમાં સિંહ સહિત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હોય છે. ચાર માસના આ વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. જણાવી દઇએ કે, ચોમાસાની સીઝન દરમ્યાન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં પ્રજનન કાળ ચાલતો હોય છે. આથી વન્ય જીવોના સંવનનમાં કોઇ પણ જાતની ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા તારીખ 15 જૂનથી સાસણમાં 4 માસ માટેનું વેકેશન જાહેર કરાયું છે.

સિંહ દર્શન બંધ રહેતા સ્થાનિક ધંધા-રોજગારને થશે માઠી અસર

આ વેકેશન 15 ઓકટોબરે પુર્ણ થશે અને 16 ઓક્ટોબરથી ફરી સિંહ દર્શન ચાલુ થશે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન તેમજ સફારી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ કરી દેવાય છે. જો કે દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ રહેશે. જો કે, સાથે તમને જણાવી દઇએ કે, ચાર માસ સુધી સાસણમાં સિંહ દર્શન બંધ રહેતા તેનાથી ત્યાંના સ્થાનિક ધંધા-રોજગારને માઠી અસર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ