બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Line of people to eat famous tomato fritters in Surat

ચસકો / આવું સુરતીઓ જ કરી શકે.! 500 રૂપિયે કિલો વેચાતા ટામેટા ભજીયા ખાવા લાઈનો લગાવી, બનાવટ અને સ્વાદે લોકોને ખેંચ્યા

Kishor

Last Updated: 04:33 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ટામેટાના ભજીયા સામાન્ય દિવસોમાં 400 રૂપિયા પ્રતિકીલોએ વેંચાતા પરંતુ હાલ બજારમાં ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે આ ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો

  • સુરતમાં મોંઘા ટમેટાના ચટાકેદાર ભજીયા
  • ભાવવધારા વચ્ચે  પણ ભજીયાની મોજ માણતા સુરતીઓ
  • ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો

સુરતી લોકો ખાણીપીણી અને હરવાફરવાના  શોખીન હોય છે, તેમાં પણ હાલ તો વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે વરસાદના આ વાતાવરણ વચ્ચે સુરતીઓની દાઢે મોંઘાદાટ ટમેટાના ભજીયા વળગ્યા છે. સુરતનો ડુમસ બીચ આમ તો સુરતીઓ માટે પર્યટક સ્થળ ગણવામાં આવે છે.

Line of people to eat famous tomato fritters in Surat

અહીં સુરતીઓ પોતાના સહપરિવાર જોડે હરવા-ફરવા તો આવે જ છે પરંતું તેની સાથે ટામેટાના ભજિયાની પણ મેજબાની પણ માણે છે. ટમેટાના ભાવ ભલે આસમાને હોય પણ લોકો ભજીયા ખાવામાં પાછી પાની કરતા નથી.

Line of people to eat famous tomato fritters in Surat

જ્યાં ટામેટાના ભજીયા સામાન્ય દિવસોમાં 400 રૂપિયા પ્રતિકીલોએ વેચાઇ રહ્યા હતા, પરંતુ હાલ બજારમાં ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે આ ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો છે.

Line of people to eat famous tomato fritters in Surat

ભજીયાનો સ્વાદ માણવા પડાપડી

જો કે સ્વાદરસિયા સુરતીઓ પર તેની કોઈ અસર જોવા નથી મળી રહી.ટામેટાના ભાવ વધારાના કારણે ભજીયાના ભાવ ભલે વધ્યા હોય, પરંતુ સુરતીઓ 500 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભજિયાની મેજબાની આજે પણ માણી રહ્યા છે. અહીં હરવા-ફરવાની સાથે લોકો ટામેટાના ભજિયાની મેજબાની માનવા આવે છે.

Line of people to eat famous tomato fritters in Surat

ટામેટાના ભજીયા બનાવવા માટે અહીં એક નંબર ક્વોલિટીના ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારબાદ જ ટામેટાના ભજીયા બને છે.જે ભજિયાનો સ્વાદ જ કંઈક અલગ હોવાથી સુરતીઓ અહીં ભજીયાનો સ્વાદ માણવા પડાપડી કરે છે. 

Line of people to eat famous tomato fritters in Surat

 હાલ 500 રૂપિયા પ્રતિ કિલો

ટામેટાના ભજિયાનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે, બજારમાં ટામેટાનો ભાવ સામાન્ય દિવસોમાં ખૂબ નીચા હતા ત્યારે 400 રૂપિયા કિલો ભજીયાનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હાલ બજારમાં એક નંબરના ટામેટા ના ભાવ પ્રતિ કિલોએ 200 થી 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

જેથી હાલ 500 રૂપિયા પ્રતિ કિલો એક ટામેટાના ભજીયા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્વાધ રસિયા સુરતીઓ ભાવ વધારાને ભૂલી 500 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા ટામેટાના ભજીયાની મેજબાની માની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ