ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:04 PM, 27 November 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અંતરિક્ષ એજન્સી નાસાએ સૂર્યના સૌથી નજીકના ગ્રહ બુધ ગ્રહ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે, બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે આ ગ્રહ પર અતિશય ગરમી પડશે. આ કારણોસર બુધ ગ્રહ પર જનજીવન શક્ય નહીં બને. હવે નાસાએ દાવો કર્યો છે કે, બુધ ગ્રહ પર જીવન જીવવું સંભવ થઈ શકે છે.
મીઠાના ગ્લેશિયર
વૈજ્ઞાનિકો નાસાની સોલર સિસ્ટમ વર્કિંગ હેઠળ બુધનો અભ્યાસ કરી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ગ્રહના ધ્રુવીય પ્રદેશોમાં મીઠાના ગ્લેશિયર હોવાના પુરાવા મળ્યા છે. આ ગ્લેશિયર જીવન ટકાવી શકે છે. ધ્રુવીય પ્રદેશોની નીચે અનેક માઈલ સુધી આ હિમનદીઓનું અસ્તિત્વ હોઈ શકે છે, જે સંભવિતપણે રહેવલાયક યોગ્ય સ્થળ છે, જ્યાં પૃથ્વી જેવું જ વાતાવરણ છે.
ADVERTISEMENT
શું ફાયદો થશે?
વૈજ્ઞાનિકોની આ શોધ સત્ય સાબિત થશે તો ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડમાં જીવનના અભ્યાસમાં એક નવી સીમા ખુલી શકે છે. જે દર્શાવે છે કે, સૌરમંડળના ચરમ વાતાવરણમાં જીવનનું અસ્તિત્વ હોઈ શકે છે. આકાશગંગામાં બુધ જેવા ગ્રહોની શોધ થઈ રહી છે, જે સંભવિતપણે રહેવા યોગ્ય છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, આ ગ્રહ સૂર્યની નજીક હોવાને કારણે અહીં જીવન મુશ્કેલ છે.
આ ગ્લેશિયર પૃથ્વીથી અલગ છે
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, બુધ પર જે ગ્લેશિયર હોવાનું માનવામાં આવે છે તે પૃથ્વી જેવા નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ગ્લેશિયર મીઠાના પ્રવાહમાંથી બન્યા છે અને તે બુધની સપાટીથી નીચે આવી રહ્યા છે. આ ગ્લેશિયર્સ ક્ષુદ્રગ્રહના હુમલાથી ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર મીઠાના કંપાઉંડ ડેડઝોનમાં રહેવાલાયક સ્થળ બનાવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ