બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Let's not break faith for the sake of 'trust': Amid the debate of AAP MLAs joining BJP, see who exactly did what

ચર્ચા / 'ભરોસા' માટે વિશ્વાસ નહીં તોડીએ: AAPના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે જુઓ કોણે શું કરી ચોખવટ

Vishal Khamar

Last Updated: 05:43 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 6 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના 5 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ગરમાવો
  • AAPના ચૂંટાયેલા 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા
  • અમે અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિકો છીએ-ઉમેશ મકવાણા

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળવા પામી છે તો બીજી તરફ આપના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ Vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બધી વાતોને અફવા ગણાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટીમાં જ છું. તેમજ કોઈ ભાજપના નેતા સાથે હું સંપર્કમાં નથી અને હું ભાજપમાં જોડાવાનો નથી.

 

આગેવાન તેમજ કાર્યકરો સાથે મળીને નિર્ણય કરીશુંઃભૂપત ભાયાણી
વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા અંગે આપના ધારાસભ્યોની પ્રતિક્રિયા આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે હું ભાજપમં જોડાઈશ કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ભાજપ પાસે 156 બેઠકો છે એમને કોઈને તોડવાની જરૂર નથી. ભાજપને જરૂર નથી એટલે રૂપિયા આપનાનો સવાલ નથી. તેમજ બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ કહ્યું કે હું ભાજપમાં જોડાવાનો નથી. અમે અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિક છીએ.

મને પૈસા નો કે સત્તાનો મોહ નથી--ચૈતર વસાવા
આ બાબતે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે હું  આપમા છું અને આપમાં જ રહીશ. મને પૈસા નો કે સત્તાનો મોહ નથી. મારા મતદારાએ મારા પર વિશ્વાસ મુક્યો છે એટલે હું જનતા સાથે રહીશ અને કેજરીવાલે મુકેલા વિશ્વાસને હું નહીં તોડું જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ