બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / Lesbian couple free to do as they wish, don't threaten them, HC tells family

ન્યાયિક ચુકાદો / લેસ્બિયન કપલ તેમની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવવા સ્વતંત્ર, કોઈ તેમને અટકાવી ન શકે-HC

Hiralal

Last Updated: 04:43 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે લેસ્બિયન કપલને મોટી રાહત આપતાં કહ્યું કે તેઓ તેમની ઈચ્છા પ્રમાણેનું જીવન વીતાવી શકે છે અને કોઈ તેમને અટકાવી ન શકે.

  • લેસ્બિયન કપલને દિલ્હી હાઈકોર્ટની રાહત
  • પરિવારને આદેશ આપ્યો
  • કહ્યું કે લેસ્બિયન કપલ તેમની ઈચ્છા પ્રમાણે રહી શકે

દિલ્હી હાઈકોર્ટે 22 વર્ષની લેસ્બિયન યુવતીના પરિવારના સભ્યો અને સંબંધીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તેને અથવા તેના જીવનસાથી પર ધમકી કે દબાણ ન કરે. કોર્ટે કહ્યું છે કે તેઓ પોતાની મરજી મુજબ જીવન જીવવા માટે સ્વતંત્ર છે. છોકરી સાથે સંબંધમાં રહેલી યુવતીએ કોર્ટમાં કહ્યું કે તે તેના પરિવારમાં પાછા ફરવા માંગતી નથી અને તેના જીવનસાથી સાથે રહેવા માંગે છે તે પછી કોર્ટનો આદેશ આવ્યો. કોર્ટે કહ્યું કે મહિલા પુખ્ત છે અને તેણીને તેની મરજી વિરુદ્ધ ક્યાંય જવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પક્ષ તેના આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે કહ્યું કે આ કોર્ટ સ્પષ્ટ કરે છે કે માતા-પિતા, સંબંધીઓ અથવા તેમના સહયોગી તેમને કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધમકાવી શકશે નહીં કે તેમના પર અયોગ્ય દબાણ પણ નહીં કરે. બંને પોતાની ઈચ્છા મુજબ સમાજમાં જીવન જીવવા માટે સ્વતંત્ર છે.

કોઈ પણ સ્ત્રીને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે, કોઈ ન અટકાવી શકે 
હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે મહિલાની ઉંમર 22 વર્ષની છે અને કાયદા મુજબ તેને તેની મરજી વિરુદ્ધ ક્યાંય જવા માટે દબાણ કરી શકાય નહીં. અમારું માનવું છે કે સ્ત્રી જેની સાથે, જ્યાં પણ રહેવા માંગે છે ત્યાં રહેવા માટે સ્વતંત્ર છે.

લેસ્બિયન કપલે કરી હતી હાઈકોર્ટમાં અરજી 
કોર્ટ મહિલાના પાર્ટનરની હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી રહી છે. તેના જીવનસાથીએ દાવો કર્યો હતો કે તેની મહિલા સાથી 'ગુમ' છે. મહિલાનો આરોપ છે કે યુવતી તેની સાથે સંબંધમાં હોવાથી તેના પરિવારે તેને ગુમ કરી દીધી હતી. આની સામે મહિલા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો. 

યુવતીને શેલ્ટર હોમમાં લઈ જવાનો કોર્ટનો આદેશ 
સુનાવણીની છેલ્લી તારીખે મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને કોર્ટે પોલીસને તેને શેલ્ટર હોમમાં લઈ જવા અને ત્યાં તેના રહેવા માટે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.

શું છે લેસ્બિયન સંબંધ
લેસ્બિયન રિલેશન એટલે સ્ત્રી સાથેનો સ્ત્રીનો સંબંધ અને તેની સાથે રહેવું. લેસ્બિયન સંબંધમાં મહિલાઓ એકબીજા સાથે શારીરિક સંબંધ પણ બાંધતી હોય છે. મોટાભાગના કિસ્સામાં અને સમાજ સ્ત્રી સાથે સ્ત્રીનો સંબંધ સ્વીકારી શકતો નથી અને ઘણી વાર એક પાર્ટનરનું પરિવાર દ્વારા અપહરણ કરાતું હોય છે, આવી સ્થિતમાં બીજી પાર્ટનર કોર્ટ જતી હોય છે. આ કિસ્સામાં પણ પાર્ટનરે હાઈકોર્ટમાં અરજી કરીને રાહત મેળવી હતી. કોર્ટે તેની વાત સાચી માની. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ