ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Learn about the benefits of intermittent fasting and the harms of skipping meals

લાઇફસ્ટાઇલ / વજન ઘટાડવાની લ્હાયમાં ભૂખ્યું રહેવાની છે આદત? તો એલર્ટ રહેજો! નહીં તો હેલ્થને થશે આડઅસર

Published By: Sanjay Vibhakar

Last Updated: 11:52 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર તો ઇન્ટરમિટન્ટ ઉપવાસના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પરતું આ બધુ તમારા પર નિર્ભર કરે છે કે તમારે ક્યારે ખાવું છે અને ક્યારે પાચન તંત્રને આરામ આપવો છે.

ADVERTISEMENT

આજે લોકો વજન ઓછું કરવા માટે અલગ-અલગ ઉપાય કરતાં હોય છે. કોઈ એક વ્યક્તિએ જે ઉપાયથી વજન ઓછું કર્યું હોય જરૂરી નથી કે તે ઉપાય અન્ય વ્યક્તિ માટે પણ એટલો જ ઉપયોગી થાય. કેટલીક વાર સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થતાં હોય છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે 3-4 વાર ન ખાવું જોઈએ. તમારે દિવસમાં માત્ર 2 જ વાર ખાવું જોઈએ. જો તમે એક સમયનું ભોજન છોડવાનું વિચારી રહ્યા હોય તો તમારે રાત્રિ ભોજન છોડવું જોઈએ. જાણો ઇન્ટરમિટન્ટ ઉપવાસના ફાયદા અને ભોજન છોડવાથી થતાં નુકસાન વિશે. 

શું તમારા માટે ઇન્ટરમિટન્ટ ઉપવાસ યોગ્ય છે 
સોશિયલ મીડિયા પર તો ઇન્ટરમિટન્ટ ઉપવાસના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પરતું આ બધુ તમારા પર નિર્ભર કરે છે કે તમારે ક્યારે ખાવું છે અને ક્યારે પાચન તંત્રને આરામ આપવો છે. ભારતમાં અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવાની રીત ખૂબ જૂની છે. વિજ્ઞાન મુજબ જ્યારે તમે થોડા કલાકો સુધી નથી ખાતા ત્યારે તમારા મેટાબોલિઝમમાં બદલાવ જોવા મળે છે. જેના કારણે શરીરની ચરબી જલ્દીથી ઓછી થવા લાગે છે. અમુક અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઇન્ટરમિટન્ટ ઉપવાસ બળતરા અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

તમારું વજન તપાસો 
ભોજન છોડતા પહેલા તમારું વજન તપાસો. જો તમારું વજન બરાબર હોય તો ભોજન છોડવાને કારણે તમને નુકસાન થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમને ભોજન છોડવાથી નુકસાન થઈ શકે છે. 

વાંચવા જેવું: વજન ઉતારવા કરો છો ભૂખ હડતાળ? તો ચેતી જજો, ખાવાનું છોડ્યા વગર આટલું કરો

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી થતું નુકસાન 
જો કોઈ વ્યક્તિ થોડા સમય માટે ઉપવાસ કરે, ઇન્ટરમિટન્ટ ઉપવાસ કરે અથવા એક સમયનું ભોજન છોડી દે તો કોઈ ખાસ અસર નથી થતી. પરતું જો તમે લાંબા સમય સુધી ઉપવાસ કરો છો તો તમારું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે. જેના કારણે વજન ઓછું કરવામાં સમસ્યા થઈ શકે છે. 

ભોજન છોડવાની જગ્યાએ આ કામ કરો 
જ્યારે તમે જમવાનું છોડી દો છો ત્યારે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. તેથી વજન ઘટાડવા માટે ખાવા પર નિયંત્રણ રાખો, સ્વસ્થ ખોરાકનું સેવન કરો, વ્યાયામ કરો, ચિંતા ન કરો અને પૂરતી ઊંઘ લો. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits intermittent fasting lifestyle ઇન્ટરમિટન્ટ ઉપવાસ લાઇફસ્ટાઇલ હેલ્થ ટિપ્સ Lifestyle

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ