બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / leafy greens olive oil 4 heart healthy food reduced cholesterol and blood sugar control

હેલ્ધી ફૂડ / શરુ કરી દો ! 4 ફૂડ ખાવાથી બે જીવલેણ બીમારી થઈ જશે છૂમંતર, નહીં રહે જરા પણ જોખમ

Manisha Jogi

Last Updated: 03:10 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બંને બિમારીઓ માટે જીવનશૈલી જવાબદાર હોય છે. જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયટમાં કેટલાક ફૂડ શામેલ કરવામાં આવે તો આ બિમારીથી બચી શકાય છે.

  • 1.28 અરબ લોકોને હાઈ બીપીની તકલીફ
  • 42.2 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ
  • ડાયટમાં આ ફૂડ કરો શામેલ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વભરમાં 1.28 અરબ લોકોને હાઈ બીપીની તકલીફ છે. જેમાંથી 75 લાખ લોકોનું મૃત્યુ હાઈ બ્લડ પ્રેશરને કારણે થાય છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક તથા હાર્ટ સંબંધિત બિમારીનું જોખમ વધી જાય છે. આંકડા અનુસાર વિશ્વમાં 42.2 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે 15 લાખ લોકોનું મૃત્યુ ડાયાબિટીસને કારણે થાય છે. ભારતમાં ડાયાબિટીસના 8 કરોડ દર્દીઓ છે. આ બંને બિમારીઓ માટે જીવનશૈલી જવાબદાર હોય છે. જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયટમાં કેટલાક ફૂડ શામેલ કરવામાં આવે તો આ બિમારીથી બચી શકાય છે. 

લીલા શાકભાજી- 
લીલા શાકભાજીનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. રિપોર્ટ અનુસાર લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામીન એ, સી, ઈ, કે અને મેગ્નેશિયમ રહેલા છે. જેથી અનેક પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ્સ ફ્રી રેડિકલ સામે બચી શકાશે, જેથી સેલ્સમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસ નહીં થાય. જેથી શરીરમાં બહારની બિમારીઓ પ્રવેશે નહીં શકે. જેથી કોલસ્ટ્રોલ ઓછો થશે અને બ્લડ શુગર લેવલ નીચે આવશે. 

કોલ્ડ વોટર ફિશ-
સેલમન, ટૂના, સાર્ડિન કોલ્ડ વોટર માછલી છે. જેમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલા છે. ઓમેગા 3 ફેટી એસિડના કારણે ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર વધતું નથી અને કોલસ્ટ્રોલ ઓછો થઈ જાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે. આ માછલીઓ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. 

બદામ-
હ્રદયના સ્વાસ્થ્ય માટે બદામને સુપરફૂડ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રકારના વિટામિન, મિનરલ્સ, ઓમેગા 3 ફેટી એસિડ તથા અનેક પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા છે. બદામ, અખરોટ, મગફળીને પલાળીને રોજ સવારે ભૂખ્યા પેટે સેવન કરી શકાય છે. હાર્ટ મજબૂત કરવા માટે સપ્તાહમાં 5 બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ, જેથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. 

ઓલિવ ઓઈલ- 
ટ્રાંસ ફેટ તથા અનસેચ્યુરેટડ ફેટવાળા તેલની જગ્યાએ ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. ઓલિવ ઓઈલમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટડ્સ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલા હોય છે. જેથી હાર્ટમાં કોઈપણ પ્રકારનો સોજો આવતો નથી. ઉપરાંત ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ