બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Leaders applauded as Bhadar-1 dam overflowed

ઓવરફ્લો / ભારે વરસાદથી છલકી ઉઠ્યા ડેમો, કુદરતી નજારો માણવા ઉમટ્યો સહેલાણીઓ, ખેડૂતોમાં પણ ખુશીની લહેર

Dinesh

Last Updated: 09:10 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના હર્ષદ ખાતે આવેલ મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થયો છs, ભારે વરસાદના કારણે મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

  • ભાદર-1 ડેમ ઓવરફ્લો થતાં આગેવાનોએ વધામણાં કર્યા
  • ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો
  • ગઢડાનો રમાઘાટ ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો


રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને લઈને ચેકડેમો ઓવરફ્લો થયા છે. અમુક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ડેમો છલોછલ ભરાયા છે. 

શેત્રુંજી ડેમ ઓવરફ્લો 
ભાવનગરમાં ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો આકાશી નજારો અદભૂત લાગી રહ્યો છે. આકાશથી ડેમના લેવાયેલા નયમરમ્ય દ્રશ્ય લોકોને આકર્ષી રહ્યા છે. ડેમના 59 દરવાજા ખોલીને શેત્રુંજી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે.

મેઢાક્રીક ડેમ ઓવરફ્લો 
દ્વારકાના હર્ષદ ખાતે આવેલ મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસના વિસ્તારમાં એક માત્ર સિંચાઈનો સ્ત્રોત આ ડેમ છે. 

રમાઘાટ ડેમ ઓવરફ્લો
ગઢડાનો રમાઘાટ ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા સહેલાણીઓ જોવા માટે ઉમટ્યા છે. અત્રે જણાવીએ કે, રમાઘાટ ડેમમાંથી પાણીનો પ્રવાહ અવિરત પસાર થઈ રહ્યો છે. ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે સહેલાણીઓ ડૂબકી લગાવે છે

 

ભાદર-1 ડે્મ ઓવલફ્લો થતાં ખેડૂતોમાં ખુશી
ભાદર 1 ડેમ ઓવરફ્લો થતાં આગેવાનોએ વધામણાં કર્યા છે. ભાદર 1 ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 34 ફૂટની ઊંચાઈ તેમજ 29 દરવાજા ધરાવતો ડેમ ઓવરફ્લો થયો છે જે ડેમ સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડે છે. 22 ગામોના લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ