બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / last 4 years MS Dhoni different statements regarding Retirement have been very controversial

IPL 2023 / સંન્યાસને લઇ છેલ્લા 4 વર્ષમાં MS ધોનીના અલગ-અલગ નિવેદનો રહ્યાં ખૂબ જ ચર્ચાત્મક, ક્યારેક હાં, તો ક્યારેક ના!

Megha

Last Updated: 09:17 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાંથી નિવૃત્તિ લેવાનો ઈરાદો સ્પષ્ટ છે ધોનીએ કહ્યું હતું કે તે હવે વૃદ્ધ થઈ ગયો છે અને હવે આ સત્યથી ભાગી શકશે નહીં. જોકે ચાહકો ધોનીને વધુ એક સિઝન રમવા માટે અપીલ કરી રહ્યા છે.

  • મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 42 વર્ષનો થશે
  • ધોનીએ આ સિઝનમાં 9મી મેચ પંજાબ કિંગ્સ સામે 30 એપ્રિલે રમી હતી
  • IPLમાંથી નિવૃત્તિ લેવાનો ઈરાદો સ્પષ્ટ

મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે એટલે કે 7 જુલાઈએ 42 વર્ષનો થશે પણ માહીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમતા જોઈને કોઈ કહી શકે નહીં કે તેની ઉંમર આટલી છે. જણાવી દઈએ કે ધોનીએ આઈપીએલની આ સિઝનમાં તેની 9મી મેચ પંજાબ કિંગ્સ સામે 30 એપ્રિલે રમી હતી અને આ મેચમાં ધોનીએ 4 બોલમાં 13 રન બનાવ્યા હતા. એ મેચની છેલ્લી ઓવરના છેલ્લા બે બોલમાં ધોનીએ બે સિક્સર ફટકારી હતી.

ધોની ઘણી વખત મેચોમાં લંગડાતા ચાલતો પણ જોવા મળ્યો
એટલે કે એ મેચ પરથી તે સ્પષ્ટ છે કે તેના બેટમાં હજુ પણ એ જ ધાર બાકી છે, જેના આધારે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત ખિતાબ જીતાડ્યો હતો. નોંધનીય છે કે ધોનીએ ભારતીય ટીમને 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ જીતાડ્યો છે. જો કે હાલ એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ધોની આ સમયે ઘૂંટણની ઈજા સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે અને ઘણી વખત મેચોમાં લંગડાતા ચાલતો પણ જોવા મળ્યો છે. આ જ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ ધોનીએ પણ સંન્યાસ લેવાનો સંકેત આપ્યો હતો. 

IPLમાંથી નિવૃત્તિ લેવાનો ઈરાદો સ્પષ્ટ
એ સમયે ધોનીએ કહ્યું હતું કે તે હવે વૃદ્ધ થઈ ગયો છે અને હવે આ સત્યથી ભાગી શકશે નહીં. ધોનીએ કહ્યું હતું કે, 'જે પણ કહેવામાં આવ્યું છે અથવા થયું છે પણ આ મારી કારકિર્દીનો અંતિમ તબક્કો છે. ચાહકોએ મને ઘણો પ્રેમ આપ્યો.' આ વાત પરથી તે સ્પષ્ટ છે કે ધોનીએ હવે આ સિઝન પછી IPLમાંથી નિવૃત્તિ લેવાનો પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. જોકે ચાહકો ધોનીને વધુ એક સિઝન રમવા માટે અપીલ કરી રહ્યા છે. 

ધોનીનું છેલ્લું નિવેદન ક્યારે આવી શકે?
આ વખતે ચેન્નાઈની ટીમ શાનદાર રમી રહી છે.  ધોનીએ 30 એપ્રિલ સુધી 9માંથી 5 મેચ જીતી છે. તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની વધુ તકો છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમનો પ્રયાસ ખિતાબ જીતીને ધોનીને ભવ્ય વિદાય આપવાનો રહેશે. જો આમ થશે તો ધોનીનો નિવૃત્તિ અંગેનો સ્પષ્ટ નિર્ણય પણ ફાઇનલ મેચ બાદ જ આવી શકે છે. એવામાં જો ચેન્નાઈની ટીમ કોઈ કારણસર પ્લેઓફમાં ન પહોંચી શકી તો ધોનીની નિવૃત્તિ અંગેનો અંતિમ નિર્ણય 20 એપ્રિલે આવી શકે છે. 

\

2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી 
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારે તેમની ઉંમર 38 વર્ષની હતી. આના બરાબર એક વર્ષ પહેલા એટલે કે 2019ની આઈપીએલ સીઝનથી જ ધોનીને દર વખતે એક સવાલ પૂછવામાં આવ્યો છે. સવાલ એ છે કે શું તે આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે? આવા સવાલોના જવાબો આપતા ધોની ચાર સિઝનથી રમી રહ્યો છે.

જુઓ કઈ સિઝનમાં ધોનીએ શું કહ્યું 
- 2019ની સિઝનમાં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે આગામી સિઝનમાં IPL રમતા જોવા મળશે? તેના પર માહીએ કહ્યું- હા, આશા છે.
- 2020ની સીઝનમાં ચેન્નાઈની ટીમ IPL ઈતિહાસમાં પહેલીવાર પ્લેઓફમાં પહોંચી શકી નથી ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ લીગમાં તેની છેલ્લી મેચ છે? ત્યારે ધોનીએ કહ્યું હતું- બિલકુલ નહીં. 
- 2021ની સિઝન ધોની માટે ખૂબ જ ખાસ હતી માહીએ ચેન્નાઈને ચોથી વખત ટાઈટલ અપાવ્યું હતું. ત્યાએ સમયે ધોનીને પૂછ્યું હતું કે શું તમે આવતા વર્ષે પણ રમતા જોવા મળશે? આના પર માહીએ કહ્યું હતું કે- મેં હજુ સુધી કંઈ છોડ્યું નથી. 
- 2022 સીઝન ધોનીને પૂછ્યું - શું તે આવતા વર્ષે રમશે? આના પર ધોનીએ કહ્યું, 'બિલકુલ CSK પ્રશંસકો અને ચેપોકના દર્શકોને ધન્યવાદ નહીં કહેવું યોગ્ય નહીં હોય'.

ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 243 મેચ રમી છે જેમાં તેણે 39.47ની એવરેજથી 5052 રન બનાવ્યા છે. ધોનીએ IPLમાં 237 સિક્સ અને 348 ફોર ફટકારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ