બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Lalluji and Sons demand vigilance investigation in Laliawadi

લેખિત ફરિયાદ / લલ્લુજી એન્ડ સન્સની લાલિયાવાડીમાં વિજિલન્સ તપાસની ઉઠી માગ, ગુજ. યુનિવર્સિટીને લગાવ્યો છે 37 કરોડનો ચૂનો, ઓફિસે માર્યા તાળા

Kishor

Last Updated: 07:25 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લલ્લુજી એન્ડ સન્સએ યુનિવર્સિટી કન્વેન્શન હોલનું ભાડું ચુકવ્યું નથી ત્યારે વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયાથી લઇ 5 હજાર સુધીની લેટ ફી વસૂલનારી યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરશે? તેવો જાણકારોમાં સવાલ ઉભો થયો છે.

  • લલ્લૂજી એન્સ સન્સ કંપનીનો વિવાદનો મામલો
  • લલ્લુજી એન્ડ સન્સ સામે કન્વેન્શન હોલનું ભાડું માગવાની હિંમત કેમ નથી?
  • વિપક્ષ દ્વારા અણિયારો સવાર કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત

ગુજરાત યુનિવર્સિટીને કન્વેન્શલ હોલનું ભાડું નહીં ચૂકવીને 36 કરોડનો ચૂનો લગાવનારના લલ્લૂજી એન્સ સન્સ કંપનીનો વિવાદ શમવાનું નામ જ લેતો નથી! વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયાથી લઇ 5 હજાર સુધીની લેટ ફી વસૂલનારી યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ સામે કન્વેન્શન હોલનું ભાડું માગવાની હિંમત કેમ કરી શકતું નથી આ સવાલ હવે વિપક્ષ પણ પૂછી રહ્યો છે.

3 વર્ષ સુધી કન્વેન્શન સેંટરમાં ધંધો કર્યો હતો
 સમગ્ર દેશને સમૃદ્ધીની રાહ ચિંધતા ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીના કન્વેન્શન હોલની હાલત જર્જરિત બની છે. કન્વેન્શ હોલની આવી હાલત વિવાદોમાં પંકાયેલી  `લલ્લુજી એન્ડ સન્સ' કંપનીએ કરી છે. હવે આ જ કંપની આ યુનિવર્સિટીના કન્વેન્શન હોલને લઈને પણ વિવાદમાં આવી છે. લલ્લૂજી એન્ડ સન્સે કન્વેન્શન હોલના સંચાલનનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.  લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો... પ્રતિ વર્ષ 12 કરોડ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. લલ્લૂજી એન્ડ સન્સે માત્ર 2 વર્ષ જ ભાડું ચૂક્વ્યુ હતું. બાકી 3 વર્ષના ભાડાના 36 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. એટલું જ નહીં 30 એપ્રિલે કોન્ટ્રાક્ટ પૂરો થતાં પહેલાં હોલ ખાલી કરીને ઉચાળા ભરી લીધા છે. કન્વેન્શન હોલને જર્જરિત હાલમાં છોડી  આમ લલ્લૂજી એન્ડ સન્સે 3 વર્ષ સુધી કન્વેન્શન સેંટરમાં ધંધો કર્યો હતો. કરોડો કમાયા પણ યુનિવર્સિટીને ઠેંગો બતાવ્યો તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ રિકવરી માટે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો. ત્યારે આ બાબતે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે.

યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરશે?
યુનિવર્સિટીના સત્તાધીશોએ રિકવરી માટે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા અને યુનિવર્સિટીને ફદીયું પણ ન મળ્યું!  આ મામલે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર પાર્થિવરાજ કઠવાડિયાએ રાજ્યપાલને પત્ર લખીને ફરિયાદ કરી છે.આ મામલે ગુજરાત યુનિના પૂર્વ સેનેટ સભ્યએ રાજ્યપાલને પૂર્વ સેનેટ સભ્યએ લેખિતમાં ફરિયાદ કરી વિજિલન્સ તપાસની માંગ કરી છે.  ત્યારે સવાલ એ છે કે, વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયાથી લઇ 5 હજાર સુધીની  લેટ ફી વસૂલનારી યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ