બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / lallooji and sons company Gujarat University Convention Hall rent ahmedabad

અમદાવાદ / બોલો, કૌભાંડી કંપની લલ્લુજી એન્ડ સન્સને માથે ગુજ યુનિ.નું 6 વર્ષનું 6 કરોડ ભાડું બાકી, માફ કરી દેવા લખ્યો પત્ર

Hiren

Last Updated: 09:17 PM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરનાર કંપની લલ્લૂજી એન્ડ સન્સનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. 6 મહિનાથી ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી કોન્વેન્શન હોલનું 6 કરોડનું ભાડું ચૂકવ્યું નથી. મહત્વનું છે કે, આ લલ્લુજી એન્ડ કંપનીએ ઉત્તરપ્રદેશના કુંભ મેળા, ગુજરાતના પ્રવાસન સ્થળો, કચ્છના રણોત્સવ, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોન્ટ્રાક્ટ અને પતંગોત્સવ સહિત અનેક સ્થળોમાં કોન્ટ્રાક્ટ કરેલા છે. જોકે ઉત્તરપ્રદેશ સરકારે કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે પરંતુ ગુજરાત સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.

  • લલ્લુજી એન્ડ સન્સે ગુજરાત યુનિવર્સિટીને નથી ચૂકવ્યું ભાડું
  • કંપનીએ 6 મહિનાથી 6 કરોડનું ભાડું નથી ચૂકવ્યું
  • યુનિવર્સિટી કન્વેન્શન હોલનું ભાડું માફ કરવા લખ્યો પત્ર

કોરોના મહામારીનો લાભ મેળવવા લલ્લુજી એન્ડ સન્સનું વધુ એક કાવતરું સામે આવ્યું છે. કૌભાંડી કંપની લલ્લુજી એન્ડ સન્સે 6 મહિનાથી ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી કન્વેન્શન હોલનું 6 કરોડનું ભાડું નથી ચૂકવ્યું. કંપનીએ ગુજરાત યુનિવર્સિટીના VCને ભાડા માફી માટે પત્ર લખ્યો છે. લલ્લુજી એન્ડ સન્સ યુનિવર્સિટીના મેદાનનો પણ ઉપયોગ કરે છે. સામાન સ્ટોરેજ માટે મેદાનનો પણ કોઇ રોકટોક વિના ઉપયોગ થાય છે. ત્યારે કરોડોની કમાણી છતાં લલ્લુજી એન્ડ સન્સને ભાડા માફી જોઇએ છે.

ઉત્તરપ્રદેશ સરકાર કરી ચૂકી છે કાર્યવાહી

કંપનીનો સમગ્ર ખેલ ઉત્તરપ્રદેશથી સામે આવ્યો છે જ્યાં સરકારે આ કંપની સામે કાર્યવાહી શરુ કરી છે. કંપનીએ યુપીના કુંભના મેળામાં કરોડો રૂપિયાના ખોટા બિલ રજૂ કર્યા હતા. જેમાં કંપનીનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પણ આ કંપનીનું સામ્રાજ્ય છે. કચ્છથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ જ કંપની પાસે બધા કોન્ટ્રાક્ટ છે. તો ટેન્ટસિટી કૌભાંડ આચરનાર કંપની પર ગુજરાત સરકારના ચાર હાથ હોય તેવું દેખાઈ રહ્યું છે.સરકારી કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરનાર કંપની સામે ગુજરાત સરકારની રહેમ નજર પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ કંપની સામે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી અને સરકારી બાબુઓ તો કંપનીની ખાતરદારી કરી રહ્યા છે.

ટેન્ટસિટી બનાવવા 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી દેવામાં આવી!

રાજ્ય સરકાર આ કંપની પર એટલી બધી મહેરબાન થઇ ગઈ છે કે SOU પાસે ટેન્ટસિટી બનાવવા 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી દેવામાં આવી હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવામાં આવ્યું છે ત્યારે આ કંપની પ્રવાસીઓના ખીસ્સા ખંખેરવાનું કામ કરી રહી છે. સરકારની રહેમ નજર હેઠળ કંપની ઉઘાડી લૂંટ ચલાવી રહી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે. ત્યારે જો આ કંપની સામે ગુજરાતમાં તપાસ થાય તો મોટા અધિકારીઓ અને નેતાઓના નામ સામે આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ