બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Kyle Meyers once a scavenger hunt, has now become Lucknow Super Giants' most important player

IPL 2023 / એક સમયે ખાવા-પીવા માટે ભટકતો હતો આ ઓલરાઉન્ડર, હવે IPLની આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો

Megha

Last Updated: 12:45 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર ખેલાડી માટે અંહિયા સુધી પંહોચવું સહેલું નહતું. એક સમયે ચક્રવાતમાં ફસાયો, ઘાયલ થયો, કેરેબિયન પ્રીમિયર લીગમાંથી બહાર થયો, ડિપ્રેશનમાં ગયો અને આ રીતે પિતાએ ફરી પગભર કર્યો.

  • લખનૌ સુપર જાયન્ટ્સનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો આ ખેલાડી 
  • 2 અડધી સદી સાથે કરી હતી આ સિઝનની શરૂઆત 
  • 2021માં રિઝર્વ પ્લેયર તરીકે રાજસ્થાન રોયલ્સ જોડવામાં આવ્યો હતો

KL રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ IPL 2023માં 7માંથી 4 મેચ જીતીને હાલ ચોથા સ્થાને છે અને રાહુલની લખનૌ ટીમ લીગમાં મક્કમ રીતે ઊભી છે. નોંધનીય છે કે તે ટોપ 4માં અકબંધ છે. એવામાં એક ખેલાડી રાહુલની ટીમની જાન બનતી જાય છે. એ ખેલાડીને એક સમયે ખાવા-પીવા માટે ભટકવું પડતું હતું અને એટલું જ નહીં એક સમયે તે ડિપ્રેશનમાં પણ ગયો હતો જે બાદ એ ખેલાડીને તેના પિતાએ ફરી પગભર કર્યો અને હાલ લખનૌ સુપર જાયન્ટ્સનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.

લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો
એ ખેલાડી છે કાયલ મેયર્સ. તે એ જ કેરેબિયન ઓલરાઉન્ડર છે, જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 2021માં રિઝર્વ પ્લેયર તરીકે જોડવામાં આવ્યો હતો પણ કોરોનાને કારણે યુએઈમાં લીગનો બીજો તબક્કો યોજાયો ત્યારે ફ્રેન્ચાઈઝીએ તેને પાછો બોલાવ્યો ન હતો. નોંધનીય છે કે આવનારી સિઝનમાં લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી તે આ ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. 

2 અડધી સદી સાથે કરી હતી સિઝનની શરૂઆત 
30 વર્ષના મેયર્સ હંમેશા IPLમાં રમવાનું સપનું જોતો હતો જે આ સિઝનમાં સાકાર થયો. IPL 2023માં પણ તે અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂક્યો છે. તેણે આ સિઝનની શરૂઆત સતત 2 અડધી સદી ફટકારીને કરી હતી. અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. મેયર્સે આજે પોતાની અલગ ઓળખ બનાવી છે પણ અહીં સુધી પહોંચવું તેના માટે સહેલું નહોતું. 

આ કારણે બન્યો ઓલરાઉન્ડર 
જણાવી દઈએ કે 2017માં તે તાલીમ શિબિર માટે ડોમિનિકા ગયો હતો. આ આઇસલેન્ડ દેશ છે જ્યાં સક્રિય જ્વાળામુખી છે. આઇસલેન્ડમાં આવેલા મારિયા ચક્રવાતમાં મેયર્સ ફસાઈ ગયા હતા. તે જ્યાં રોકાયો હતો તે એપાર્ટમેન્ટની છત પણ ઉડી ગઈ હતી. તેઓ ખાવા-પીવા માટે ભટકતો હતો અને ત્યારબાદ પોલીસે તેની મદદ કરી અને આ પછી 2018 માં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ. જેના કારણે તેની રમત પર અસર પડી હતી અને બોલિંગના કામના બોજને ઘટાડવા માટે તેણે પોતાને બેટિંગ ઓલરાઉન્ડર બનાવવો પડ્યો હતો. આ ઈજામાંથી ફિટ થયા બાદ પણ કેરેબિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો જેને કારણે તે લગભગ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

પિતાએ આ રીતે ફરી બનાવ્યો પગભર 
મેયર્સ ફિટ થયા બાદ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા કે કોરોના વાયરસે તેને ફરીથી પાછળ ધકેલી દીધો. જો કે આ મુશ્કેલ સમયમાં તેના પિતા કોચની ભૂમિકામાં તેની સાથે ઉભા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ નેટ્સમાં પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે મેયર્સને ઘરે સારું કોચિંગ મળ્યું. તેના પિતા ક્લાર્કે તેના બેટિંગના વલણમાં ઘણો સુધારો કર્યો અને તે પછી તેણે બેટિંગ પર ઘણું કામ કર્યું. આજે મેયર્સ પોતાની એ જ બેટિંગનો પાવર બતાવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ