બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / krishnanagr is first village who celebrate its own birthday in gujarat

નવી શરુઆત / PM મોદીનો પડતો બોલ ઝિલ્યો આ ગામે, બર્થ-ડેની એવી કરી ઉજવણી કે તમે પણ થઇ જશો રાજી

Khyati

Last Updated: 11:44 AM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટથી 10 કિમી દૂર આવેલા કૃષ્ણનગર ગામના 48 વર્ષ થયા પૂર્ણ, બર્થ ડેની ગામવાસીઓએ કરી ધમાકેદાર ઉજવણી

  • કૃષ્ણનગર ગામના જન્મદિવસની ઉજવણી
  • 48 વર્ષ પૂર્ણ થવા પર કરી ઉજવણી
  • કેક કાપીને ગરબાના તાલે ઝૂમ્યા ગ્રામજનો 

જ્યારે આપણા મિત્રો, પરિવારજનો કે પછી અન્ય કોઇ પણ સારા પ્રસંગની આપણે ઉજવણી કરીએ છીએ. આપણે સારી યાદોને સેલિબ્રેટ કરીએ છીએ. પરંતુ શું તમે એવું સાંભળ્યુ કે કોઇ ગામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ? જી, હા આવુ તો તમે નહી જ સાંભળ્યુ હોય પરંતુ પીએમ મોદીએ કહેલી વાતને ધ્યાને રાખીને ગામનો જન્મદિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી. 

કૃષ્ણનગરનો જન્મદિવસ ઉજવાયો 

રાજકોટથી 10 કિલોમીટર દૂર કાલાવડ અને કણકોટ રોડ પર આવેલા કૃષ્ણનગર ગામમાં આજે અનોખો ઉત્સવ યોજાયો.વાસ્તવમાં, આ કદાચ ગુજરાતનું પહેલું ગામ છે, જ્યાં તેમણે હમણાં જ નરેન્દ્ર મોદીનું પંચાયત પરિષદનું ભાષણ સાંભળીને પોતાના ગામનો જન્મદિવસ ઉજવ્યો. ખરેખર, મોદીએ સૂચન કર્યું હતું કે ગામના લોકોએ પણ તેમના ગામનો જન્મદિવસ ઉજવવો જોઈએ. આ માહિતી સાથે કૃષ્ણ નગર ગામના લોકોએ પણ ગેટ પર પૂજા કરી રંગોળી બનાવી હતી. 400 લોકોની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ એટલું ઉત્સાહિત હતું કે કેક કાપીને પણ બધાએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.

100 વૃક્ષો વાવીશું- ગ્રામજનો

ગામમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ આઇસક્રીમ પાર્ટી તો ખરી જ. જો કે ઉજવણી અહીંથી તો અટકે નહી કારણ કે ઉજવણી ગરબા વિના તો અધૂરી છે. ગામવાસીઓએ ગરબા રમીને જન્મદિવસની ઉજવણી કરી.  બહેનો ગરબા પર ધૂમ મચાવતી જોવા મળી હતી.બહેનો કહે છે કે અમે અમારો જન્મદિવસ ઉજવ્યો છે, પણ ગામડાનો જન્મદિવસ ઉજવવાનો આનંદ જ અલગ છે. હવે અમે અહીં 100 વૃક્ષો પણ વાવવાનો સંકલ્પ કર્યો હતો.

 

પીએમ મોદીએ કરી હતી ટકોર

હમણાં જ 11મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પંચાયત પરિષદમાં એવી વાત કરી હતી કે ગામડાના લોકોએ હવે ગામડાનો જન્મદિવસ ઉજવવો જોઈએ.તેમાંથી પ્રેરણા લઈને રાજકોટથી 10 કિમી દૂર કૃષ્ણનગર ગામે 48 પૂર્ણ થતા ઉજવણી કરી હતી.  મહત્વનુ છે કે એક તરફ વિકાસની લ્હાયમાં, રોજગારી મેળવવા માટે શહેર તરફ દોટ મૂકી છે.  ગામડાઓ ખાલી થઇ રહ્યા છે જે ચિંતાની બાબત છે. જો કે કોરોનામાં લોકોને ગામડાનું મહત્વ સમજાયુ ખરું. ગામવાસીઓની એકતા અને સંપને કારણે ઘણા એવા ગામો ઝડપી કોરોના મુક્ત બન્યા હતા. ત્યારે  હવે ગામોના જન્મદિવસની ઉજવણી શરુ કરાતા ફરીએકવાર સંપ અને એકતાના જોવા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ