બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kothari Swami of Salangpur Dham Vivek Sagar Swami supports Dhirendra Shastri of Bageshwar Dham
Last Updated: 01:33 PM, 24 May 2023
ADVERTISEMENT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત પહેલા રાજકારણ ગરમાયું છે. બાબાની ગુજરાત મુલાકાત પહેલા રાજકીય પક્ષોમાં ફાંટા પડ્યા છે. કોઈ સમર્થનમાં તો કોઈ બાબાના વિરોધમાં છે. ગુજરાતના ચાર મહત્વના શહેરોમાં બાબાના દિવ્ય દરબાર યોજાવાના છે. એક બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બોટાદના સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન ભક્ત છેઃ વિવેક સાગર સ્વામી
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને વિવેક સાગર સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું પણ હનુમાન ભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાન ભક્ત છે. અમે કષ્ટભંજનદેવને પ્રાર્થના કરીએ કે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમો સફળ થાય.
'કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી ધીરેન્દ્ર શાસ્ત્રી'
વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, અત્યારે સત્ય સનાતન હિન્દુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈ દેશ-દુનિયામાં નીકળ્યા છે. ત્યારે તેમનો વિરોધ થાય તેના ઉપર ધ્યાન ન આપવું જોઈએ. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. વિરોધ કરનારને શંકા હોય તો તે પણ દરબારમાં જોડાઈ શકે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને ત્રણ શહેરોમાંથી અપાઇ ચેલેન્જ
આપને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટથી તેમને ખુલ્લી ચેલેન્જો આપવામાં આવી રહી હતી. રાજકોટ વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
- 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
- 29 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે
- 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મર્યા હોત હજી વધુ લોકો, જાણો કોની સતર્કતાથી બચી જિંદગીઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT