બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / know who is manoj modi mukesh ambani gift him building worth rs 1500 crores

બિઝનેસ / 1500 કરોડનું 22 માળનું ઘર...: જાણો કોણ છે મનોજ મોદી, જેમને આટલી મોંઘી ગિફ્ટ આપી અંબાણીએ

Arohi

Last Updated: 11:19 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Ambani Gift to Manoj Modi: મુકેશ અંબાણી ફક્ત પૈસા જ નહીં પરંતુ દિલથી પણ અમીર છે. પોતાના કર્મચારીઓની ભલાઈ માટે તે હંમેશા આગળ રહે છે. હાલમાં જ તેમણે પોતાના એક જુના કર્મચારીને 1,500 કરોડ રૂપિયાની ભેટ આપી છે.

  • મુકેશ અંબાણીએ જુના કર્મચારીને આપી ભેટ 
  • મનોજ મોદીને આપી 1500 કરોડની ભેટ 
  • 22 માળનું મકાન કર્યું ગિફ્ટ 

રિલાયમ્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યાપારી મુકેશ અંબાણી મોટા બેંક બેલેન્સની સાથે મોટુ દિલ પણ રાખે છે. પોતાના કર્મચારીઓની મદદ માટે તે હંમેશા ઉભા રહે છે. તેમણે હાલમાં જ પોતાના એક એમ્પ્લોયને 1,500 કરોડ રૂપિયાનું મકાન ગિફ્ટ કર્યું છે. 

વર્ષોથી રિલાયન્સ માટે કામ કરી રહેલા મનોજ મોદીને મુકેશ અંબાણીએ 22 માળની બિલ્ડિંગ ભેટમાં આપી છે. અંબાણીના રાઈટ હેન્ડ કહેવાતા મનોજ મોદી શરૂઆતથી લઈને અત્યાર સુધી કંપનીની સાથે છે. તે રિલાયન્સના કર્મચારી હોવાની સાથે મુકેશ અંબાણીના મિત્ર પણ છે. 

કોણ છે મનોજ મોદી? 
મનોજ મોદીને લોકો અંબાણીના સૌથી નજીકના કર્મચારી તરીકે જાણે છે. તેમને મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ પણ કહેવામાં આવે છે. રિલાયન્સના દરેક સોદાની સફળતાની પાછળ તેનો હાથ હોય છે. વર્ષોથી તે કંપની માટે પુરી ઈમાનદારી અને નિષ્ઠા સાથે કામ કરી રહ્યા છે. 

મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના બાળકો આકાશ, અનંત અને ઈશા પણ મનોજ મોદીની દરેક વાત માને છે. તેમના કામનું સન્માન કરતા હવે અંબાણી પરિવારે તેમને કિંમતી ભેટ આપી છે. મુકેશ અંબાણીએ પોતાના જુના કર્મચારી અને મિત્રો માટે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની બિલ્ડિંગ ખરીદી છે.

22 માળની બિલ્ડિંગ કરી ગિફ્ટ 
અંબાણી પરિવારના મનોજ મોદી માટે મુંબઈના નેપિયન સી રોડમાં 22 માળની બિલ્ડિંગ ખરીદી છે. આ પ્રોપર્ટીનું નામ વૃંદાવન રાખ્યું છે. તમને જણાવી દઈએ કે નેપિયન સી રોડ મુંબઈનો પોશ વિસ્તાર છે. 

અહીં પ્રોપર્ટીના રેટ્સ 45,100 રૂપિયાથી લઈને 70,600 રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ સુધી છે. આ બિલ્ડિંગની કિંમત 1,500 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. 1.7 લાખ વર્ગ ફૂટ એરિયામાં આ બિલ્ડિંગ બની છે. 

મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ 
મનોજ મોદી મુકેશ અંબાણીના કોલેજ ફ્રેન્ડ પણ છે. અંબાણી અને મોદી બન્ને ક્લાસમેટ રહ્યા છે. બન્નેએ એક સાથે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કર્યો છે. વર્ષ 1980થી જ મનોજ મોદી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. બિઝનેસ ઉપરાંત અંબાણી પરિવારમાં પણ તેમની ખૂબ ઈજ્જત છે. 

મુકેશ અંબાણી પણ તેમની કહેલી વાતો પર ધ્યાન આપે છે. અંબાણી પરિવારના બાળકો માટે તે મેન્ટોરની રીતે કામ કરે છે. રિલાયન્સમાં તેમને MM કહીને બોલાવવામાં આવે છે. 

CEO જેટલો પાવર 
મનોજ મોદી રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલના ડાયરેક્ટરના પદ પર છે. તે લાઈમલાઈટથી દૂર રહે છે. તે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. તે હજીરા પોટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, પહેલા ટેલીકોમ બિઝનસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ જેવા તમામ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમની પાસે કંપનીના CEO જેટલો પાવર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ