બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / know things about gold overdraft loan what is pros and cons

તમારા કામનું / CIBIL સ્કોર ઓછો છે? મેળવો ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોન, જાણો ફાયદા અને નુકશાન

MayurN

Last Updated: 02:04 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. તમને ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોનમાં જે રકમ મળે છે તે તમારી ગોલ્ડ લોનની રકમ જેટલી હોય છે.

  • ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોન એ ગોલ્ડના બદલામાં મળે છે
  • ક્રેડીટ સ્કોર ખરાબ હોય કે ITR ણ હોય તો પણ મળે છે
  • ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોન  

આજકાલ લોકોમાં લોનની જરૂરિયાત સામાન્ય થઇ ચુકી છે, ગરીબ, મીડીયમ કે ઘનિક કોઈ પણ વર્ગને આજનું જીવન લોન વગર જીવવું અશક્ય જેવું છે. આ સાથે જ લોન લેવી એ એક જટિલ પ્રક્રિયા છે. તેમાં પણ જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય અથવા તમે ક્યારેય ITR ફાઈલ નથી કર્યું તો તમારા માટે તે વધુ મુશ્કેલ બની શકે છે. જો કે, જો તમે બેંકને કોલેટરલ તરીકે અમુક સામાન આપો છો, તો લોન પ્રક્રિયા ખૂબ જ સરળ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરમાં રાખેલ સોનું તમારા માટે ખૂબ કામનું સાબિત થઈ શકે છે. તમે તમારી જરૂરિયાત મુજબ બેંકમાંથી પૈસા લઈ શકો છો. બેંકો 2 પ્રકારની ગોલ્ડ રૂપી લોન ઓફર કરે છે.

ગોલ્ડના બદલામાં લોન
બેંક તમને ગોલ્ડ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા અને ગોલ્ડ લોન EMI વિકલ્પ આપે છે. તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે આ બે વિકલ્પોમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. તમારે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ તે તમારી નાણાકીય જરૂરિયાતો પર આધાર રાખે છે.

ગોલ્ડ લોન ઓવરડ્રાફ્ટ
ગોલ્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તે ક્રેડિટ કાર્ડની જેમ કામ કરે છે. તમને ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોનમાં જે રકમ મળે છે તે તમારી ગોલ્ડ લોનની રકમ જેટલી હોય છે. જ્યારે તમે શાહુકાર પાસે સોનું જમા કરો છો, ત્યારે તેઓ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ બનાવે છે. આમાં, સોનાની કિંમત જેટલી લોનની રકમ જમા કરવામાં આવે છે. તમે તેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની જેમ કરી શકો છો. તમે આ એકાઉન્ટ પર મળેલી ચેકબુકનો પણ ઉપયોગ કરી શકો છો. તે લોનથી એ રીતે અલગ છે કે અહીં તમારે EMI ચૂકવવાની જરૂર નથી. અહીં તમારે એક સામટી રકમ ચૂકવવી પડશે જે કોઈપણ સમયે રોકી શકાય છે. અહીં વ્યાજ દર સામાન્ય લોન કરતા ઘણા વધારે છે.

લાભ
ગોલ્ડ ઓવરડ્રાફ્ટ લોનની સુવિધા સાથે, તમે તમારી ક્રેડિટ મર્યાદામાં જ્યાં ઇચ્છો ત્યાં અને તમે ઇચ્છો તેટલો ખર્ચ કરી શકો છો. તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો, પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો અને બીલ ચૂકવી શકો છો. ગોલ્ડ લોન એટીએમ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ અને ઈન્ટરનેટ બેન્કિંગ વડે મેળવી શકાય છે. ઓવરડ્રાફ્ટ સાથે, તમે ઉધાર લીધેલી રકમ પર જ વ્યાજ ચૂકવો છો. અહીં તમને ખૂબ જ ઝડપથી મંજૂરી મળે છે. પેપરવર્ક ન્યૂનતમ છે અને ભંડોળ ઝડપથી વિતરિત કરવામાં આવે છે.

જોખમ
ફુગાવો વૈશ્વિક સોનાના ભાવ, સોનાની સરકારી ખરીદી અને સોનાના ભાવમાં માંગ-પુરવઠાનું અસંતુલન તમારા ગોલ્ડ લોનના વ્યાજને અસર કરે છે. જો લોન સમયસર ચૂકવવામાં ન આવે, તો ગીરવે મૂકેલું સોનું તમારા હાથમાંથી નીકળી શકે છે. ગોલ્ડ લોન લેતા પહેલા, ચુકવણી સાથે સંબંધિત તમામ નિયમો સમજી લેવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે. લોન લેતા પહેલા અલગ-અલગ બેંકોના વ્યાજ દર ચોક્કસથી તપાસો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Credit card EMI Interest Rate gold loan overdraft gold loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ