બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / know the updates about the coronavirus in india 08042020

લૉકડાઉન / LIVE Update India: MPમાં શિવરાજ સરકારનો મોટો નિર્ણય, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન કરાયા સીલ

Bhushita

Last Updated: 10:31 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સાંજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં કોરોના સંકટ તેમ જ લૉકડાઉનને લઈને માહિતી આપી હતી. લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 773 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 149 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. મંગળવારે 32 લોકોના મોત થયા હતા. કેન્દ્ર વર્તમાન સમયમાં જ નહીં ભવિષ્યમાં પણ એચસીક્યુ (હાઈડ્રોક્સીક્લોરોક્વીન) ની કોઈ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કર્યું છે.

(અપડેટ્સ 8 એપ્રિલ 2020 - રાતે 10.30 વાગ્યા સુધી)

ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ  https://www.mohfw.gov.in/

કૈથલમાં એક બાળક કોરોના પોઝિટિવ 

કૈથલમાં 9 વર્ષનું એક બાળક કોરોના પોઝિટવ હોવાનું સામે આવ્યું છે. આ બાળત અફાક બિહારથી મદરેસામાં ભણવા આવ્યું હતું. સ્થાનિક આરોગ્ય વિભાગે મદરેસાના અન્ય 24 બાળકોને પણ ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલી આપ્યા હતા. 

જયપુરમાં કોરોનાના વધુ 6 કેસ

જયપુરમાં નવા 6 કોરોના પોઝિટિવ કેસ છે. જયપુરમાં 1 દિવસમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે બધા રામગંજ અને તેની આસપાસના છે. જયપુરમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 124 થઈ ગઈ છે.

શિવરાજ સિંહ ચૌહાણનો મોટો નિર્ણય 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોરને સંપૂર્ણ સીલ કરવા નિર્દેશ આપ્યો છે. 14 જિલ્લામાં લોકડાઉન થશે. આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે. કોરોના વાયરસને છુપાવનાર વ્યક્તિ સામે એફઆઈઆર અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
 

(અપડેટ્સ 8 એપ્રિલ 2020 - સાંજે 7.15 વાગ્યા સુધી)

કર્ણાટકમાં કોરોનાને કારણે વધુ એક મોત 

કલબુર્ગી જિલ્લામાં 65 વર્ષીય વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 5 થયો હતો. સાથે જ કોરોના પીડિતોની સંખ્યા વધીને 181 થઇ હતી. 

મહારાષ્ટ્ર સરકારે માસ્ક ફરજીયાત કર્યું

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલાઓ સતત વધી રહ્યા છે. હાલ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 1078 થઇ ગઇ છે. કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકો માટે 5 ગાઇડલાઇન જાહેર કરવામાં આવી જેમાં માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનું જણાવાયું છે. જેથી કોરોના વાયરસ વધુ ન ફેલાય. 

ગ્રેટર મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ આ એડવાઇઝરી જાહેર કરી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં આપણે બધાની જવાબદારી છે કે, નિયમોનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટેનસિંગનું ધ્યાન રાખવામાં આવે. આ માટે એપિડેમિક ડિસીજ અધિનિયમ 1897 ના નિયમ નંબર 10 હેઠળ કેટલીક સૂચનાઓ આપવામાં આવી રહી છે.

(અપડેટ્સ 8 એપ્રિલ 2020 - સાંજે 4.40 વાગ્યા સુધી)

કોરોના વાઈરસના સંક્રમણને પગલે વિશ્વ સામે એક મોટુ સંકટ સર્જાયુ છે. ભારત પણ કોરોનાથી મુક્ત રહી શક્યુ નથી. અલગ-અલગ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કોરોના અંગે તાલીમ આપવા માટે ઓનલાઈન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવામાં આવી રહી છે. કોરોનાની સ્પેશ્યલ હોસ્પિટલ અને સેન્ટરો ખોલવામાં આવશે. દેશના દરેક જીલ્લામાં કોરોના પર કામ કરવામાં આવી રહ્યું છે. જો જરૂર જણાશે તો અમે સ્ટેડિયમનો પણ ઉપયોગ કરશું.

કેસ વધવાની સાથે અમારો એક્શન પ્લાન વધુ ત્વરીત બનશે. લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 773 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 149 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. મંગળવારે 32 લોકોના મોત થયા હતા. કેન્દ્ર વર્તમાન સમયમાં જ નહીં ભવિષ્યમાં પણ એચસીક્યુ (હાઈડ્રોક્સીક્લોરોક્વીન) ની કોઈ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કર્યું છે.

(તમામ અપડેટ્સ 8 એપ્રિલ 2020 - સવારે 1.15 વાગ્યા સુધી)

ભારતમાં વધી રહ્યો છે ગરીબી અને બેરોજગારીનો ભય

ભારતમાં કોરોનાને કારણે 40 કરોડ લોકોને ગરીબીનો ભય સતાવી રહ્યો છે.  ઇનફોર્મલ ક્ષેત્રમાં કામ કરતા લોકો પ્રભાવિત થવાની આશંકા છે. લગભગ 90 ટકા લોકો ઇનફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. 40 કરોડ લોકોની રોજગારી પર પ્રભાવ પડવાની આશંકા છે. ILOના રિપોર્ટમાં સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રોની જાણકારી પણ આપી છે. ભારત, બ્રાઝિલ અને નાઇજિરીયાના લોકો પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. 

પુનામાં 3 દર્દીના મોત

આજે ગુજરાતમાં વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા સામે આવ્યા છે જેમાંથી ભાવનગરમાં 2, વડોદરામાં 1, સુરતમાં કોરોનાનો 1 કેસ જોવા મળ્યા છે. 

ભારતમાં વધી કેસની સંખ્યા

ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4643 થઈ છે. દેશમાં કોરોનાના કારણે કુલ 149 મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10 મોત થયા છે અને 24 કલાકમાં 773 નવા કેસ નોંધાયા છે. હાલ સુધીમાં 401 લોકો સાજા પણ થયા છે. 

સંક્રમણના કેસોની સંખ્યામાં દરરોજ સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે રાજ્ય સરકારો પણ લોકડાઉન વધારવાના સમર્થનમાં છે. મધ્યપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કેરળ અને હરિયાણા તેમાં મુખ્ય છે. કોરોના વધતા કહેરને પગલે ધાર્મિક સ્થળ અને મોલ હમણાં નહીં ખુલે. GOM એ કોરોના સામેના પગલાની સમીક્ષા કરી હતી. અત્યાર સુધી કોરોનાના 1 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. દેશમાં 136 સરકારી અને 59 ખાનગી લેબોમાં કોરોનાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આરોગ્ય વિભાગની માહિતી મુજબ 1 દર્દી 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. 

મહારાષ્ટ્રમાં તબલીગી જમાતના લોકો તંત્ર માટે પકડકારરૂપ 

મહારાષ્ટ્રમાં નિઝામુદ્દીનથી પરત ફરેલા 60 લોકોનો હજુ સુધી સંપર્ક નથી થયો. આ 60 ટકા લોકો એવા છે જેમના ફોન પણ સ્વીચઓફ આવી રહ્યા છે. જેના કારણે તંત્રની મુશ્કેલીમાં વધારો છે. આવા લોકોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1 હજારથી વધુ  કોરોના વારસના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી કુલ 64 લોકોના મોત થયા છે. માત્ર મુંબઈમાંજ કોરોના વાયરસના 642 કેસ નોંધાયા છે. જેમાંથી 40 લોકોના મોત થયા છે.

કોરોનાને લઈને સૌથી મોટા સમાચાર 

ગુજરાતમાં પણ સતત કેસ વધી રહ્યા છે અને આંક 175ને પાર પહોંચ્યો છે ત્યારે અમદાવાદને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરને હૉટસ્પોટ ગણાવી બફર ઝોન જાહેર કરાયું છે. બફર ઝોન જાહેર કરતા શહેરમાં તમામ નાગરિકનું સ્ક્રીનીંગ કરાશે. રોડ પર અવર જવર કરતા તમામ લોકોનું સ્ક્રીનીંગ કરાશે. અમદાવાદમાં વધુ કોરોના દર્દીઓનું લિસ્ટ જાહેર કરાયુ છે. AMC દ્વારા વધુ 6 કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર થયા છે. ગોમતીપુર,ફતેહવાડી,જમાલપુર,નવરંગપુરા અને દરિયાપુરના દર્દીઓના નામ જાહેર કરાયા. દર્દીઓના સંપર્કમા આવ્યા હોય તેવા લોકોએ તાત્કાલિક 104 પર સંપર્ક કરવો એમ પણ જણાવાયું છે. 

શાક અને ફ્રૂટ માર્કેટને લઈને લેવાયો નિર્ણય

અમદાવાદની કાલુપુર શાક, ફ્રૂટ માર્કેટ બંધ કરવાની વાત પણ સામે આવી છે. કાલુપુર શાક માર્કેટમાં આસપાસની ચાલીઓના સ્થાનિકોએ ચલાવી લૂંટ હતી. માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટનો જથ્થો સ્થાનિકો લઈ ગયા હતા. 20થી 25 દુકાનોમાં શાકભાજી, બટાકાની સ્થાનિકોએ લૂંટ ચલાવી હતી. સમગ્ર લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 


જામનગરના કોરોના પોઝિટીવ બાળકનું મોત

ત્રણ દિવસ પહેલા બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હતો. 14 મહિનાના બાળકના માતા-પિતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. આરોગ્ય વિભાગનો મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મોત થયાનો દાવો.

કોરોનાને કારણે કરોડો લોકો થયા બેરોજગાર

 

દેશમાં લૉકડાઉનમાં 5 કરોડ લોકો બેરોજગાર થયા છે, દેશમાં બેરોજગારી દર 23.4 ટકા રહેવાનો અંદાજ છે. માર્ચ-એપ્રિલમાં બેરોજગારી 23% વધી છે તો અનેક શહેરોમાં આ આંકડો વધીને 30.9 ટકા પહોંચ્યો છે. આગામી મહિનામાં બેરોજગારી દર હજુ વધવાની શક્યતા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના સર્વે મુજબ આ માહિતી બહાર પાડવામાં આવી છે.  

નોઈડામાં અનેક લોકોને કરાયા ક્વૉરન્ટાઈન

નોઇડામાં કોરોના વાયરસની શંકામાં 200 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. તબલીગી જમાતના લોકોના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળતા આ પગલું લેવાયું છે. હજુ સુધી કોરોના સંક્રમણની પુષ્ટિ નહિં હોવાનું જાણવા મળ્યું છે. નોઇડાના સેક્ટર 8 અને 5માં રહેતા લોકોને ક્વૉરન્ટાઇન  કરાયા છે. કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા બાદ નિર્ણય લેવાયો છે. 

આ રીતે મળશે આવશ્યક ચીજો

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ 872 રૂટ પર ટ્રેનો દોડાવી છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન ચલાવી છે. 1.84 મિલિયન ટન જીરૂરીયાત ચીજ વસ્તુઓની હેરફેર કરવામાં આવશે. 2120 માલગાડી અને અન્ય ટ્રેનો મદદથી હેરફેર કરવામાં આવશે. લાંબા રૂટો પર 18 મિલિયન પાર્સલ સુવિધા ઉભી કરાઇ છે. 

ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લા હોસ્પિટલમાં થઈ અલગ વ્યવસ્થા

કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવવાથી ડોક્ટર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.ત્યારે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લા હોસ્પિટલમાં આ સમસ્યાનો નિકાલ શોધી લેવાયો છે. ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓના આ સમસ્યાથી બચાવવા માટે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં સરકારી જિલ્લા હોસ્પિટલે અનોખી પહેલા કરી છે. હોસ્પિટલે કાચ વાળુ કાઉન્ટર બનાવ્યું છે. સાથે જ રબડના ગ્લબ્ઝ લગાવ્યા છે. જેનાથી ડોક્ટર અને દર્દી સીધા સંપર્કમાં આવતા નથી. અને સરળતાથી ટેસ્ટ પણ થઈ જાય છે. કાચના કેબિનમાં ડોક્ટર કે સ્વાસ્થ્ય કર્મીઓ ઉભા રહે છે. અને સામેની સાઈડ દર્દી હોય છે. કેબિનમાંથી હાથ કાઢવા માટે બે હોલ રાખવામાં આવ્યા છે. જેમાં રબરના ગ્લબ્ઝ લગાવાયા છે.આ પ્રકારના ટેસ્ટ દક્ષિણ કોરિયામાં કરવામાં આવતા હતા. જેના પરથી માર્ગદર્શન લઈને ઉત્તરપ્રદેશમાં સૌપ્રથમ વાર આ પહેલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ