બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / know how to clean earwax a little mistake can make you deaf

સાવધાન / ચેતી જજો! ચાવી કે અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરતા હોય કરી દો આજથી બંધ, જાણો સાચી રીત

Premal

Last Updated: 04:54 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનમાં ભરેલા મેલથી લોકોને ગુસ્સો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેલ પણ આપણા કાનમાં મહત્વનું કામ કરે છે. કાનનો મેલ આપણા શરીરમાંથી નિકળતો પ્રાકૃતિક રિસાવ છે. તેથી કાનના મેલને ખૂબ જ સાવધાનીપૂર્વક સાફ કરવો જોઈએ. જો તેમાં જરા પણ ત્રુટી રહી જાય તો તમે બહેરા પણ થઇ શકો છો. આ ઉપરાંત કાનમાં દુ:ખાવો પણ થઇ શકે છે.

  • કાનમાં મેલ સાફ કરવાની સાચી પદ્ધતિ કઈ છે?
  • કાન સાફ કરવામાં જો ત્રુટી રહી જાય તો બહેરા પણ થવાય
  • કાનમાં મેલ સાફ કરવા અન્ય વસ્તુઓ નાખશો તો ઉભી થશે સમસ્યા

કાનમાં મેલનું શું છે કામ?

કાનમાં મેલ આપણા કાનની અંદર રહેલી ગ્રંથિઓમાં જમા થાય છે. જેના ઘણા મહત્વના કામ હોય છે. કાનમાં મેલ આપણા કાનને સારા રાખે છે. કાનનો મેલ આપણા કાનની નળીઓ પરની પરતને સૂકાવાથી અને તેમાં તિરાડ પડવાથી બચાવે છે. કાનનો મેલ કાનને પાણી અને ધૂળના રજકણોથી બચાવે છે.  જે ઈન્ફેક્શનથી પણ બચાવે છે. કાનને સાફ કરવા માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે મોટાભાગે કાનની અંદરની બાજુ જાતે કાનના મેલની સફાઈ કરી નાખે છે. 

કાનમાં મેલ વધવાથી ક્યારે થાય છે સમસ્યા?

કાનમાં મેલ વધવાથી દુ:ખાવો થઇ શકે છે અને ઘણી વખત તો આ આપણી સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. કેટલાંક લોકો માચિસની સળી અથવા અન્ય વસ્તુઓ દ્વારા કાન સાફ કરવાનો પ્રયાસ કરે છે, જે ખતરનાક છે. જેનાથી કાનનો પડદો પણ ફાટી શકે છે અને તમે બહેરા પણ થઇ શકો છો. 

કાનના મેલને સાફ કરવાની સાચી પદ્ધતિ શું છે?

  1. કપાસની કળીઓથી તમે પોતાના કાનના મેલને સાફ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે કપાસની કળીઓથી ક્યારેય કર્ણ નલિકાઓને સાફ ના કરો. કપાસની કળીઓના પેકેટ પર પણ આ વાત લખી હોય છે. કપાસની કળીઓને કાનમાં વધુ ઉંડાણ સુધી લઇ જવાથી કાનના પડદાને નુકસાન થઇ શકે છે. 
  2. કેટલાંક લોકો ઈયર કેન્ડલ્સથી પણ કાનના મેલને સાફ કરે છે. પરંતુ કેટલાંક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈયર કેન્ડલ્સથી કાન સાફ કરવો ખતરનાક છે. ઈયર કેન્ડલ્સથી કાન અને ચહેરો બળી શકે છે. 
  3. કાનના ટીપાની મદદથી પણ કેટલાંક લોકો કાનના મેલને સાફ કરે છે. કાનના ટીપા નાખવાથી કાનનો મેલ નરમ થઇ જાય છે અને જાતે બહાર નિકળી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે માર્કેટમાં ઘણાં કાનના ટીપા હોય છે, જેમાં સોડિયમ બાઈકાર્બોનેટ અથવા સોડિયમ ક્લોરાઈડ હોય છે, જે તમારા કાનની સંવેદનશીલ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. 
  4. કાનનો મેલ સાફ કરવા માટે ઓલિવ અને બદામનું તેલ પણ લોકો કાનમાં નાખે છે. જેનાથી કાનનો મેલ નરમ થઇ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે તેલનુ તાપમાન આપણા શરીરના તાપમાનથી વધારે ના હોવુ જોઈએ. 
  5. કેટલાંક મામલામાં તબીબો કાનની સફાઈ પાણીથી કરવાની સલાહ આપે છે. જેને સિરિંજિંગ કહેવામાં આવે છે. જેમાં કર્ણ નલિકાઓ પર પાણીના ફૂવારા નાખવામાં આવે છે. જો કે તેનાથી કાન સાફ થઇ જાય છે, પરંતુ કેટલાંક કેસમાં આ નુકસાનકારક સાબિત થાય છે. જેનાથી કાનના પડદાને નુકસાન પણ થઇ શકે છે. 
  6. કાનનો મેલ સાફ કરવા માટે માઈક્રોસક્શનની પદ્ધતિ સૌથી સારી છે. માઈક્રોસક્શનમાં સ્પેશિયાલિસ્ટ ડૉકટર કાનને માઈક્રોસ્કોપથી જોવે છે અને કાનના મેલને નાના ઉપકરણોની મદદથી નિકાળી લે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ