બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રોજનું રોકાણ માત્ર 333 રૂપિયા, ને ફાયદો રૂ. 17,00,000નો! જાણો પોસ્ટ ઓફિસની સ્કીમ વિશે
5 ફોટો ગેલેરી
Last Updated: 09:08 AM, 5 June 2026
1/5
લોકો એવી જગ્યાએ જ પૈસા રોકવાનું વિચારે છે જ્યાં પૈસા સેફ પણ રહે અને રીટર્ન પણ સારું મળે. એવામાં પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ ફેમસ છે. કેમ કે સરકાર પોતે આ યોજનામાં રોકાણની સુરક્ષાની ખાતરી આપે છે. જેમાં પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજના મહત્વની છે. જેમાં દરરોજ માત્ર 333 રૂપિયાની બચત કરીને તમે 17 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી શકો છો.
2/5
3/5
પોસ્ટમાં સૌથી ફેમસ નાની બચત યોજનાઓમાંની એક Post Office RDમાં ખાતું ખોલવું ઇઝી છે. જેમાં તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. તમે માત્ર 100 રૂપિયાના શરૂઆતના રોકાણ સાથે રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી શકો છો. જેમાં સિંગલ કે જોઈન્ટ ખાતું ખોલવાનો ઓપ્શન પણ મળે છે.
4/5
આ યોજનામાં મેચ્યોરીટી પીરીયડ શોર્ટ છે પરંતુ તેને બીજા પાંચ વર્ષ માટે લંબાવવાનો ઓપ્શન પણ છે. આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે સમયસર રોકાણ કરવું જરૂરી છે. જો તમે સમયસર હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો તો તમને દર મહિને 1% દંડ થશે. જો તમે સતત ચાર હપ્તા ચૂકી જશો તો તમારું એકાઉન્ટ ઓટોમેટિક રીતે બંધ થઈ જાય છે.
5/5
આ યોજનામાં 17 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવા માટે દરરોજ 333 રૂપિયા બચાવવા પડશે. જેના લીધે દર મહિને આશરે 10,000 રૂપિયા ભેગા થશે. જો તમે દર મહિને આ રકમ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરો છો તો 5 વર્ષના મેચ્યોરીટી પીરીયડ દરમિયાન તમારી ડિપોઝિટ 6 લાખ રૂપિયા થશે. જેમાં વ્યાજ 1,13,659 રૂપિયા મળશે આમ કુલ ફંડ 7,13,659 રૂપિયા થશે. જો તમે તમારા રોકાણને બીજા 5 વર્ષ માટે લંબાવશો તો 10 વર્ષમાં તમારું રોકાણ 12 લાખ રૂપિયા થશે જ્યારે તમારું કુલ ફંડ 17,08,546 રૂપિયા થશે. જેમાં વ્યાજની આવક 5,08,546 રૂપિયા હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ