બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / Kisan-Khap panchayats come out in support of smoke attack accused Neelam in Parliament

લોકસભા એટેક / 'જે કર્યું તે બરોબર કર્યું...'સંસદમાં સ્મોક એટેકના આરોપી નીલમના સમર્થનમાં ઉતરી કિસાન-ખાપ પંચાયતો, ધરણાંની તૈયારી

Megha

Last Updated: 11:19 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતે નીલમનું સમર્થન કર્યું હતું. એમનું કહેવું છે કે નીલમે જે કર્યું તે યોગ્ય હતું કારણ કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, તેને વહેલી તકે છોડી દેવી જોઈએ.

  • સંસદની સુરક્ષા ચૂક મામલે હરિયાણાના જીંદની એક મહિલાની ધરપકડ  
  • હવે ત્યાંનાં ખેડૂતો જીંદની નીલમના સમર્થનમાં આવ્યા
  • જીંદમાં આજે ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે

ગઇકાલે દેશની સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ મામલે હરિયાણાના જીંદની એક મહિલા નીલમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ ત્યાંનાં ખેડૂતો નીલમના સમર્થનમાં આવ્યા હતા. જીંદમાં આજે ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોનું કહેવું છે કે જો છોકરીને વહેલી તકે છોડવામાં નહીં આવે તો તેઓ જીંદની ઐતિહાસિક જમીન પરથી મોટો નિર્ણય લેશે. આજે 11 વાગ્યે જીંદના ઉચાના ખાતે ખેડૂતો એકઠા થશે. ખેડૂત નેતા આઝાદ પાલવનું કહેવું છે કે નીલમે જે કર્યું તે યોગ્ય હતું કારણ કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે.

who are sagar sharma and manoranjan neelam kaur amol who jumped into lok sabha parliament security breach

નીલમે જે કર્યું એ બરાબર જ કર્યું છે.. 
મળતી જાણકારી અનુસાર હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતે નીલમનું સમર્થન કર્યું હતું. એમનું કહેવું છે કે નીલમે જે કર્યું એ બરાબર જ કર્યું છે અને તેને વહેલી તકે છોડી દેવી જોઈએ. જો આવું ન થયું તો પંચાયત બોલાવીને આ વિશે ચર્ચા થશે. નીલમ ભણેલી છોકરી છે અને ટે ખેડૂતો સામેના ત્રણ કાળા કાયદા સામેના ખેડૂતોના પ્રદર્શનમાં એમ જ જંતર-મંતર પર ખેલાડીઓના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ હતી. હવે તે બેરોજગારીના મુદ્દા સામે લડાઈ લડી રહી છે. 

What happened in the Lok Sabha was the conspiracy of the Khalistan terrorist pageShocking statement of Pakistani expert

અમે વિદ્યાર્થીઓ છીએ... અમે બેરોજગાર છીએ-નીલમ 
નીલમે કહ્યું કે અમે સ્ટૂડન્ટ છીએ અને બેરોજગાર છીએ, સરકાર કોઈનું સાંભળતી નથી. અમારી ભારત સરકાર છે જે અમારા પર આ અત્યાચારો કરી રહી છે. જ્યારે પણ અમે અમારા અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે અમારી પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવે છે, તેથી અમારી આવો વિરોધ કરવા સિવાય બીજો કોઈ આશરો નહોતો. નીલમે એવું પણ કહ્યું કે અમે કોઈ સંગઠન કે સંસ્થા સાથે જોડાયેલા નથી. અમે વિદ્યાર્થીઓ છીએ... અમે બેરોજગાર છીએ. અમારા માતા-પિતા ખૂબ કામ કરે છે. મજૂરો-ખેડૂતો, નાના વેપારીઓ, દુકાનદારો... પરંતુ કોઈ સાંભળતું નથી. દરેક જગ્યાએ આ અમારી સમસ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી તાનાશાહી નહીં ચાલે. 

નીલમે સંસદની બહાર દેખાવ કર્યો
પોલીસે જ્યારે સંસદ બહાર હોબાળો કરી રહેલી નીલમને પકડી ત્યારે તે તાનાશાહી નહીં ચલેગી તેવું બોલી રહી હતી. તેની વાત પરથી ખબર પડે છે કે તેઓ સરકારનો વિરોધ કરવા માગતા હતા. હરિયાણાના હિસારની રહેવાસી નીલમ અને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અમોલની સંસદ ભવનની બહાર રંગીન ધૂમાડો ફેલાવીને વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી હતી.

parliament security breach woman who protested with color smoke speaks

નીલમ વિશે બીજું શું બહાર આવ્યું?
નીલમની ઉંમર 29-30 વર્ષ હોવાનું કહેવાય છે. નીલમ મૂળ હરિયાણાના જીંદની છે. તે હિસારમાં પીજીમાં રહીને હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. રિપોર્ટ અનુસાર 25 નવેમ્બરે નીલમ ઘરે જવાનું કહીને પીજી ગઈ હતી. તેના માતા-પિતા જીંદમાં મીઠાઈની દુકાન ચલાવે છે. સૂત્રોનું કહેવું છે કે નીલમના માતા-પિતાને નીલમ સંસદ ભવનમાં જવાની કોઈ જાણકારી નહોતી. નીલમની માતાએ જણાવ્યું કે નીલમ બે દિવસ પહેલા ઘરે હતી. બાદમાં તે હિસાર જવાનું કહીને ત્યાંથી નીકળી ગઈ હતી. નીલમના ભાઈએ જણાવ્યું કે તે કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. નીલમ વિશે એવી માહિતી પણ આવી છે કે તે એક એક્ટિવિસ્ટ છે અને નીલમનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ