ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / kinjal shah of shwas ngo teachinng more than 650 slum childrens

Hu Chhu Gujarati / ગુજરાતમાં આવા 'શ્વાસ'ની જરૂર છે : આ યુવતી 11 વર્ષથી એવું કામ કરે છે કે જાણીને કરશો સલામ

Published By: vtvAdmin

Last Updated: 03:40 PM, 6 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ભાગ્ય બડા તો રામ જપ, તેરા બખત બડા કછું દેહ, અકલ બડી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ એહ' મહાત્મા ઈશરદાસજીએ 'હરિરસ'ના માધ્યમ થકી સમાજ માટે કાંઇક કરી છૂટવાની વાત કરી છે. હરિરસની આ વાતને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે અમદાવાદની કિંજલ શાહ.

ADVERTISEMENT

શહેરની ફૂટપાથ કે સિગ્નલ પર રખડતા બાળકો જેને જોઇને ક્યારેક કારમાં પસાર થતાં લોકો પોતાની કારના કાચ બંધ કરી દેતા હોય છે. આવા બાળકોને ભેગા કરીને જીવન જીવવાના પાઠ શીખવાડી રહી છે આ ઍન્જિનિયરિંગ ભણેલી યુવતી. 

શરૂઆતનો તબક્કો ખૂબ જ કઠિન 

''શ્વાસ'' સંસ્થાના બેનર હેઠળ કિંજલ શાહ અને તેના સાથી મિત્રો શરૂઆતના તબક્કામાં શનિ-રવિ દરમિયાન શહેરની ફૂટપાથ કે સિગ્નલ પર રખડતા બાળકોને ભેગા કરતાં. તેમને ડ્રોઇંગ શિખવાડતા, કોઇના જન્મદિવસ ઉજવતા તો વળી ક્યારેક કોઇ ઉત્સવની ઉજવણી પણ આ બાળકો સાથે કરતા. સમય પસાર થતો ગયો અને બાળકો ''શ્વાસ'' સાથે જોડાતા રહ્યા. 

ક્યારેક તો છેવાડાના માનવી સમાન ગણાતા બાળકોના માવતરને એવું પણ લાગતું કે, આ લોકો ક્યાંક પોતાના બાળકોને ઉઠાવીને લઇ ન જાય. અંતે બાળકો અને કિંજલ શાહ વચ્ચે વિ'શ્વાસ' કેળવાતો ગયો અને આજે 'શ્વાસ' સાચા અર્થમાં રખડતા બાળકોને અભ્યાસથી લઇને તેમના જીવનપયોગી કાર્યમાં મદદ કરી રહી છે. 

શહેરના 11 સ્થળે કામ કરી રહી છે 'શ્વાસ' સંસ્થા

આજે 650 ગરીબ બાળકો માટે 'શ્વાસ' સંસ્થા એ જીવનના 'શ્વાસ' સમાન બની છે. શહેરના ગુલબાઇ ટેકરા, શાહીબાગ, રામદેવનગર, વસ્ત્રાપુર, થલતેજ, માનવમંદિર સહિત કુલ 11 સ્થળો પર સવાર-સાંજ કુલ 2 ક્લાસ લેવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહે છે. કિંજલ શાહ સહિત 22 શિક્ષકો આ બાળકોના ભવિષ્યને ભણતર અને ગણતરરૂપી ઓક્સિજન આપવાનું કામ કરી રહ્યા છે. 

'શ્વાસ'ની સફળતાના 11 વર્ષ

'શ્વાસ'ની શરૂઆત 2008માં થઇ. આજકાલ કરતા 11 વર્ષના વાણા વિતી ગયા છે. કિંજલ શાહ અને તેના સાથી મિત્રો પોતાનું સર્વસ્વ છોડીને 'રખડતા' બાળકોને 'પગભર' કરવાનું કામ કરી રહ્યા છે. શ્વાસ સાથે શરૂઆતથી જ જોડાયેલો એક છોકરો હાલ અમદાવાદની જાણીતી કોલેજમાં BCA નો અભ્યાસ કરીને સમાજના મોટા લોકોના બાળકો સાથે ખભેખભો મળાવી રહ્યો છે. 

બાળકો અમને પણ શીખવાડે છે

'શ્વાસ' સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા પણ 'શ્વાસ' અને પોતાના બાળકો પર ગર્વ અનુભવે છે કારણ કે, તેમના બાળકોની 'રસ્તે રખડતા'ની વ્યાખ્યા બદલાઇ છે અને ધીમેધીમે માવતરના વ્યવસાયમાં પણ આ બાળકો મદદરૂપ થઇ રહ્યા છે. 

પતંગિયાની પાંખોને ખુલવા દ્યો, આકાશ ચૂમી લેશે 

મિત્રો, આજે 21મી સદીમાં આપણે જીવતા સૌ લોકો પાસે એક-બીજા માટે તો સમય નથી ત્યારે ક્યારેક સમય કાઢીને કારની અને હ્રદયની બારીઓ ખોલી સમાજના પછાત વર્ગના બાળકોને સામાન્ય મદદ કરીશું તો ચોક્કસ આશા છે કે, આ પતંગિયા જેવા બાળકોને પાંખો ફૂટશે અને પોતાના સપનાના આકાશને ચૂમી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hu Chhu Gujarati kinjal Shah કિંજલ શાહ ગુજરાતી ન્યૂઝ શ્વાસ સેવા Hu Chhu Gujarati

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ