બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Killed in public in bus station area of Surendranagar

ગુનેગારો બેખોફ! / સુરેન્દ્રનગરમાં હૈયું કંપાવી મૂકે તેવું મર્ડર, પ્રેમી યુવકને રસ્તા પર બેહીચક લાકડા-છરી મારી પતાવી દીધો, ચીસો પાડતો વીડિયો આવ્યો સામે

Dinesh

Last Updated: 06:37 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ છેલ્લા લગભગ 30 દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે, બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ છે

  • સુરેન્દ્રનગરના બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં કરાઇ હત્યા 
  • બે દિવસ પહેલા પ્રેમ સબંધમાં સમાધાનમાં થઈ હતી મારામારી 
  • અંગત અદાવત રાખીને અસામાજિત તત્વોએ યુવકની કરી હત્યા


સુરેન્દ્રનગરમાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લગભગ 30 દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે. અસામાજિત તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ હત્યા કરી રહ્યાં છે. જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરાઈ છે. 

જાહેરમાં છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ 
સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાનો જ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. પાપ્ત વિગતો મુજબ પ્રેમ સબંઘમાં સમાઘાનમાં મારામારી થઈ હતી. બાદમાં યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના પગલે તેનો મૃત્યુ થયું છે. જે વીડિયોને લઈ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે. 

હત્યારાઓ બેફામ બન્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે કારણ કે, થોડા દિવસ અગાઉ હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. જે બાદ આ ચોથો બનાવ સામે આવ્યો છે. તેમજ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, હત્યારા બેફામ થઈ ધોળા દિવસે અને ખુલ્લેઆમ રસ્તાની વચ્ચો વચ્ચ યુવકને માર મારી રહ્યાં છે જેના પરથી પોલીસની કામીગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ?
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઈ હતી. જે બાદ હવે સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ યુવકની હત્યા કરાઈ છે. આપને જણાવીએ કે, લગભગ છેલ્લા 30 દિવસમાં સુરેન્દ્રનગરમાં 4 વ્યક્તિની હત્યા થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ