બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 AM, 5 July 2023
ADVERTISEMENT
Upside Down Rollercoaster for three hours:ઘણીવાર એડવેન્ચર પાર્કમાં મોટી સવારી ગંભીર અકસ્માતનો ભોગ બને છે તો ક્યારેક મોટા ઝુલાઓ ફસાઈ જવાના કારણે લોકો જીવ માટે ભયભીત બની જાય છે. તાજેતરમાં જ અમેરિકામાં કંઈક આવું જ બન્યું. અહીં રાઈડમાં ફસાયેલા બાળકોનો જીવ બચી ગયો હતો. રાઈડની વચ્ચે રોલરકોસ્ટર તૂટી પડતાં બાળકોનું એક ગ્રુપ કલાકો સુધી ઊંધું લટકતું રહી ગયું હતું. જ્યારે તેના ભયાનક ફૂટેજ સામે આવ્યા, ત્યારે લોકોના રુવાંટા ઉભા થઈ ગયા. ક્રેન્ડન, વિસ્કોન્સિન, યુએસમાં ફોરેસ્ટ કાઉન્ટી ફેસ્ટિવલમાં ફાયરબોલ કોસ્ટર રવિવારે અચાનક જ ચાલવાનું બંધ કરી દીધું હતું.
ADVERTISEMENT
3 કલાક સુધી હવામાં લટકતા રહ્યા બાળકો
એક અહેવાલ મુજબ, તે સમયે રોલરકોસ્ટરમાં આઠ લોકો સવાર હતા, જેમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. તેઓ લગભગ ત્રણ કલાક સુધી હવામાં અટવાયા હતા કારણ કે ઇમરજન્સી રિસ્પોન્ડર્સને તેમને નીચે ઉતારવામાં ઘણો સમય લાગ્યો હતો. "ટીપ-ઓવર કાર્નિવલ રાઈડ"ના અહેવાલને પગલે એન્ટિગો ફાયર વિભાગને બપોરે 2 વાગ્યે ઘટનાસ્થળે બોલાવ્યા હતા.
આ રીતે બચાવવામાં આવ્યા
ફાયર ફાઇટર ઇએમટી એરિકા કોસ્ટિચકાએ સ્થાનિક ટીવી સ્ટેશનને જણાવ્યું હતું કે, "બચાવ કામગીરી એવી નથી કે જે તાત્કાલિક કરી શકાય." કથિત રીતે રાઇડર્સની મદદ માટે ઓછામાં ઓછા ત્રણ કાઇન્ટિઓ થી કપરા રેસ્પોંડર્સને બોલાવા ગયા હતા અને આખરે લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Rollercoaster ride leaves festival-goers hanging upside down for hours#Wisconsin's Forest County Festival theme park turned into an unexpected adventure on Sunday (July 2) when a #rollercoaster ride malfunctioned, leaving eight passengers suspended upside down for hours. pic.twitter.com/Sh37PwtAFF
— Chaudhary Parvez (@ChaudharyParvez) July 5, 2023
ADVERTISEMENT
કેવી રીતે અટકી ગયું રોલર કોસ્ટર?
ફાયર ફાઇટર કોસ્ટિચકાએ કહ્યું, "તે બાળકોએ ખૂબ હિંમત બતાવી. સ્વાભાવિક રીતે, તેઓ ડરી ગયા હતા. તેઓ લાંબા સમય સુધી ઊંધા લટકતા હતા." અધિકારીઓએ કહ્યું કે રાઈડમાં મિકેનિકલ ફેલિયર થયુ હતું, પરંતુ તેઓને ખાતરી નથી કે તેનું કારણ શું હોઈ શકે. ક્રેન્ડન ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન બ્રેનન કૂકે જણાવ્યું, "આપણે એટલું જ જાણીએ છીએ કે તે મેકેનિકલ એરર હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.