બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Khambhat Himmatnagar communal riots Ram Navami Ahmedabad Police alert

અલર્ટ / અમદાવાદને 'શાંત' રાખવા 300થી વધુ અસામાજિક તત્ત્વો પોલીસના હિટલિસ્ટમાં, કુખ્યાત ગુનેગારોને પોલીસની ખુલ્લી વોર્નિંગ

Hiren

Last Updated: 05:43 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં થયેલા કોમી હુલ્લડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, જેના પગલે અમદાવાદ પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.

  • અમદાવાદને ‘શાંત’ રાખવા ૩૦૦થી વધુ અસામાજિક તત્ત્વો પોલીસના હિટલિસ્ટમાં
  • કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ
  • કુખ્યાત ગુનેગારોને શાંતિ જાળવી રાખવા માટે પોલીસની ખુલ્લી વોર્નિંગ

અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કોઇ કોમી છમકલું થાય નહીં માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું જ્યારે ભાંગફોડિયાં તત્ત્વો પર વોચ રાખીને તેમને શાંતિ જાળવી રાખવા માટેની વોર્નિંગ આપી દેવાઇ ખંભાત અને હિમતનગરમાં થયેલી હિસા પૂર્વયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. જોકે, ગઇકાલે હનુમાન જન્મોત્સવનો તહેવાર અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો હતો. શહેરમાં શાંતિ અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી થઇ હતી.

અસામાજિક તત્ત્વો હિંસા ફેલાવવાની ફિરાકમાં હોવાનું અલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાંક અસામાજિક તત્ત્વો હિંસા ફેલાવવાની ફિરાકમાં હોવાનું એલર્ટ આઇબી દ્વારા પોલીસને આપવામાં આવ્યું રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં શોભાયાત્રા સમયે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હિસા ફેલાવી હતી, કારણે ગુજરાતમાં ફરી હુલ્લડ થશે ભયનો માહોલ પેદા થયો ખંભાતમાં જ્યારે શોભાયાત્રાને મળી ત્યારે ત્રણ મૌલવી સહિત પાંચ શખ્સોએ હિસા ફેલાવવા પયંત્ર હતું, જેના પગલે કેટલાક હિંસક માનસિકતા ધરાવતા લોકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા તો તરફ હિંમતનગરમાં શોભાયાત્રા નીકળી ત્યારે પથ્થરમારો થયો હતો આગચંપીનો બનાવ પણ બન્યો હતો.

ખંભાત અને હિંમતનગર બાદ ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ
આ ઘટના બાદ ખંભાત અને હિંમતનગરમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. આ બંને માટે પોલીસ મહેનત કરી રહી છે. ત્યારે ગઇકાલે ગાંધીનગરના માણસામાં આવેલા ઇટાદરા ગામે યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. ઘટનાના પગલે 3 વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે, પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા પોલીસનો કાફલો ઇટાદરા ગામે ખડકી દેવાયો છે ઇટાદરા ગામે રાત્રિ દરમિયાન જાતરનો કાર્યક્રમ હતો. ત્યાં તોફાની તત્વોએ હંગામો કરી એલઈડી સ્ક્રીનમાં તોડફોડ કરીને શાંતિનો માહોલ ડહોળવાની કોશિશ કરી હતી.

ખંભાત, હિંમતનગર અને માણસામાં થયેલી હિંસક ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ અલર્ટ મોડ પર આવી ગઈ છે. ગઇકાલે હનુમાન જયંતીને લઇને પોલીસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. 

આ અંગે એફ ડિવિઝનના એસીસી પી.પી. પીરોજિયાએ જણાવ્યું છે કે દરિયાપુર, શાહીબાગ સહિતની જગ્યાઓ પર અસામાજિક તત્વો પર વોચ રાખવામાં આવી રહી છે અને તેમને શાંતિ રાખવા માટેની વોર્નિંગ પણ આપી દેવાઈ છે.

દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારો 'અતિસંવેદનશીલ'
અમદાવાદના દરિયાપુર, શાહપુર, કાલુપુર જેવા વિસ્તારોને અતિસંવેદનશીલ કહેવામાં આવે છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી કોઈ છમકલું થયું નથી, પરંતુ જ્યારે થાય છે ત્યારે તેને કંટ્રોલ કરવામાં પોલીસને આંખે પાણી આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009-10માં જ્યારે શાહપુરમાં થયેલા પથ્થરમારામાં કોમી હિસા ફાટી નીકળી હતી, જેમાં યુવકનું મોત હતું. ઘટનાને કંટ્રોલ કરવામાં પોલીસના આંખે પાણી ગયું હતું. કોરોનામાં જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ શાહપુરમાં કેટલાક લોકોએ હિંસા ફેલાવી હતી. શાહપુરમાં કેટલાક લોકોએ હિંસા ફેલાવી હતી. શાહપુરમાં ત્રણ યુવકો ત્યારે પોલીસ તેમને લોકડાઉનનું પાલન કરવાનું જણાવતાં મામલો બીચક્યો હતો, જેના કારણે પોલીસને ટિયરગેસના શેલ પણ છોડવાની નોબત આવી ગઇ હતી. ખંભાત, હિમતનગર અને માણસાના પડઘા અમદાવાદમાં પડે નહીં તે માટે પોલીસે અસામાજિક તત્વો પર બાજ નજર રાખી છે.

પોલીસનું રાત-દિવસ સતત પેટ્રોલિંગઃ સીસીટીવીથી વોચ
એસીપી પી.પી. પીરોજિયાએ જણાવ્યું છે કે ક્રિમિનલ ડેટાના આધાર તમામ ગુનેગારોને રામજાવી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં કુલ ૩૦૦ કરતાં વધુ ગુનેગારો પર પોલીસે વોચ રાખી છે, જેમાં દરિયાપુર અને શાહીબાગના પણ આરોપીઓ છે. આ સિવાય એસઆરપી સહિતની ટુકડીઓ પણ વિસ્તારમાં તહેનાત કરી દેવાઇ છે. કોમી જૂથ અથડામણ થાય નહીં તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ સાથે પોલીસ બેઠેલા પોલીસ કર્મચારીઓ સીસીટીવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ