બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Kerala,Mahakaleshwar, Shiva temples, Mahadev Har watch videos

મહાશિવરાત્રિ / કેરાલાથી લઇને મહાકાલેશ્વર..., વહેલી સવારથી જ શિવાલયો મહાદેવ હરના નાદથી ગૂંજી ઉઠ્યા, જુઓ Videos

Ajit Jadeja

Last Updated: 11:18 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહા શિવરાત્રીનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશના મહાકાલ જ્યોતિલિંગ મંદિર અને ઓમકારેશ્વર- મહા કાલેશ્વર જ્યોતિલિંગ મંદિરે દર્શન કરવા શિવભક્તો ઉમટ્યા છે. જ્યારે ઉજ્જૈનના મહાકાલ મંદિરની સાથે ખંડવા જિલ્લાના ઓમ કારેશ્વર મંદસૌરના પશુ પતિનાથ મંદિરમાં મોડી રાતથી ભક્તોની કતારો લાગી હતી.

Mahashivratri 2024 : દેશભરમાં આજે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શિવભક્તો મધ્ય  પ્રદેશના મહાકાલ જ્યોતિલિંગ  મંદિર અને ઓમકારેશ્વર- મહાકાલેશ્વર જ્યોતિલિંગ મંદિરે દર્શન કરવા માટે પહોચી રહ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટીસંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે.

 

મંદસૌરમાં  મોડીરાતથી શિવભક્તોની કતારો લાગી
મંદસૌરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર, ભોપાલ નજીકના ભોજપુર શિવ મંદિર, ગ્વાલિયરના અચલેશ્વર મહાદેવ મંદિર અને ઇન્દોરના દેવગુરાડિયા મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓના શિવ મંદિરોમાં મહા શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. એમપીમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરની સાથે ખંડવા જિલ્લાના ઓમ કારેશ્વર મંદિર અને મંદસૌરના પશુપતિનાથ મંદિરમાં મોડી રાતથી શિવભક્તોની કતારો જોવા મળી હતી.

 

પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પીએમ નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે  મારા દેશના તમામ પરિવારજનોને મહાશિવરાત્રીની શુભકામનાઓ. હું ઇચ્છું છું કે આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાલમાં દેશના સંકલ્પોને પણ નવી શક્તિ આપે. જય ભોલેનાથ!

 

કાશી વિશ્વનાથ મંદિરમાં આરતી કરવામાં આવી

મહા શિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. તે જ સમયે, પ્રયાગરાજમાં મહા શિવરાત્રી નિમિત્તે સંગમ ઘાટ પર ભક્તોએ પૂજા કરી સ્નાન કર્યુ. અહી અયોધ્યાના નાગેશ્વરનાથ મંદિરમાં પણ ભક્તોએ  પૂજા-અર્ચના કરી હતી.

 

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મહાશિવરાત્રીના અવસરે અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી.

 

મહાશિવરાત્રી નિમિત્તે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરે મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મંદિરમાં પૂજા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન ભક્તો મહાદેવની સ્તુતિ કરી રહ્યા છે.

વધુ વાંચો: મહાશિવરાત્રી 2024 ના શુભ મહૂર્તઃ આજે મહાશિવરાત્રિ, પૂજા માટે મળશે માત્ર આટલો જ સમય, જાણો મુહૂર્ત અને વિધિ

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આરતી કરવામાં આવી

પૂર્વથી પશ્વિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી દેશના તમામ મંદિરોમાં ભક્તો પૂજા માટે પહોચ્યા છે. મહા શિવરાત્રીના અવસરે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રામલિગેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી. અહી પંજાબના અમૃતસરના શઇવાલા બાગ ભૈયા મંદિરમાં દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જ્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરે સવારની આરતી કરવામાં આવી જેના દર્શન માટે મોટીસંખ્યામાં ભક્તો પહોચ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ