બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / karnataka leaders united against ajay devgan told kiccha sudeep statement about hindi

વિવાદ વધ્યો / 'દરેક ભાષાનો પોતાનો ઇતિહાસ હોય છે' : અજય દેવગણના ટ્વિટ બાદ છેડાયો વિવાદ, એકઠા થયા કર્ણાટકના નેતા, જાણો શું કહ્યું

Premal

Last Updated: 04:20 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ બોલીવુડ અભિનેતા અજય દેવગન અને કન્નડ અભિનેતા સુદીપ વચ્ચેની એક ટ્વિટર વાતચીતનો જવાબ આપતા કહ્યું છે કે હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા ક્યારેય ન હતી અને થશે પણ નહીં.

  • અજય દેવગન અને કન્નડ અભિનેતા સુદીપ વચ્ચેની હિન્દી ભાષાનો વિવાદ વધ્યો
  • કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ વિવાદમાં ઝંપલાવ્યું
  • હિન્દી રાષ્ટ્રીય ભાષા ક્યારેય ન હતી અને થશે પણ નહીં

હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા ક્યારેય ન હતી અને થશે પણ નહીં

મહત્વનું છે કે અજય દેવગન અને સુદીપની વચ્ચે ટ્વિટર એક્સચેન્જનું કેન્દ્ર બિંદુ હિન્દી ભાષા જ હતી. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું, મને કન્નડ હોવા પર ગર્વ છે. દેશની ભાષાના વિવિધતાના વખાણ કરવા દરેક ભારતીયની જવાબદારી છે. દરેક ભાષાનો પોતાનો સમૃદ્ધ ઈતિહાસ હોય છે, જેના પર લોકોને ગર્વ હોય છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે પણ આ ચર્ચામાં સામેલ થઇને તેનુ વજન વધાર્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ, દેશમાં 19,500 માતૃભાષાઓ બોલવામાં આવે છે. દરેક ભાષામાં ભારત પ્રત્યે પ્રેમ એકજેવો હોય છે. એક ગૌરવપૂર્ણ કન્નડિગા અને એક ગૌરવાન્તિ કોંગ્રેસી તરીકે હું બધાને યાદ અપાવુ છુ કે કોંગ્રેસે ભાષાના આધારે દરેક રાજ્યોનું નિર્માણ કર્યુ. કારણકે કોઈ એક ભાષા બીજી ભાષા પર હાવી ના હોય. અનેકતામાં એકતા. કર્ણાટકના પૂર્વ સીએમ અને જદ એસ નેતા એચડી કુમારસ્વામીએ એક લાંબા ટ્વિટર થ્રેડ પોસ્ટમાં આ મુદ્દા પર તેમની પ્રતિક્રિયા દર્શાવી છે. તેમણે કહ્યું કે અભિનેતા સુદીપના નિવેદનમાં કશું અયોગ્ય નથી. 

એચડી કુમારસ્વામીએ અજય દેવગનના વ્યવહારને જણાવ્યો ઉગ્ર

એચડી કુમારસ્વામીએ પોતાના ટ્વિટમાં લખ્યું, અભિનેતા કિચ્ચા સુદીપનુ એવુ કહેવુ છે કે હિન્દી એક રાષ્ટ્રભાષા નથી, યોગ્ય છે. તેમના નિવેદનમાં ભૂલ શોધવાની કોઈ વાત નથી. અભિનેતા અજય દેવગન ફક્ત સ્વભાવથી હાઈપર છે, પરંતુ તેમનુ ટ્વિટ ગજબ વ્યવહારને પણ દર્શાવે છે. ફક્ત એટલા માટે કે એક મોટી આબાદી હિન્દી બોલે છે, આ એક રાષ્ટ્રભાષા બનતી નથી. 9થી પણ ઓછા રાજ્યોમાં હિન્દી પ્રાથમિક ભાષા તરીકે બોલવામાં આવે છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી મોટાભાગના રાજ્યોમાં આ બીજી, ત્રીજી ભાષાના રૂપમાં છે અથવા તે પણ નથી. આ સ્થિતિ આવતા અજય દેવગનના નિવેદનમાં શું તથ્યતા છે? ડબ ના કરવાનો તમારો શું અર્થ છે? દેવગને આ મહેસુસ કરવુ જોઈએ કે કન્નડ સિનેમા હિન્દી ફિલ્મ ઉદ્યોગને પછાડી રહ્યો છે. કન્નડિગાઓના પ્રોત્સાહનના કારણે જ હિન્દી સિનેમાનો વિકાસ થયો છે. અજય દેવગને આ ના ભૂલવુ જોઈએ કે તેમની પહેલી ફિલ્મ ફૂલ અને કાંટે બેંગલોરમાં એક વર્ષ સુધી ચાલી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ