બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Karkotak Nag Teerth Darshan of Shivling happens only for a few hours in a year: the mysterious gate of Nagalok

શ્રાવણ યાત્રા / વર્ષમાં માત્ર અમુક કલાક માટે થાય છે શિવલિંગના દર્શન: બાજુમાં જ નાગલોકનો રહસ્યમયી દ્વાર! પુરાણોમાં પણ છે ઉલ્લેખ

Megha

Last Updated: 11:33 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karkotak Nageshwar Mahadev Temple:કાશીમાં એક રહસ્યમય કૂવો આવેલ છે જેને કારકોટક નાગ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને આ કુંડને નાગ લોકનો દરવાજો કહેવાય છે. અંહિયા શિવલિંગ આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે

  • કાશીનાનું કારકોટક નાગ તીર્થ એક ખૂબ જ પ્રાચીન મંદિર છે 
  • આ નાગ કુંડને નાગ લોકનો દરવાજો કહેવાય છે
  • શિવલિંગ આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે
  • મહર્ષિ પતંજલિએ શિવલિંગની સ્થાપના કરી હતી

Karkotak Nageshwar Mahadev Temple: દેશભરમાં એવા ઘણા મંદિરો છે જ્યાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, આમાં કરકોટ તીર્થ છે. કારકોટક નાગ તીર્થ એક ખૂબ જ પ્રાચીન મંદિર છે જેમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ શિવ નાગેશ્વર કહેવાય છે, જે નાગનો સ્વામી છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 3000 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ મંદિર કેટલું જૂનું હશે.

કારકોટક નાગ તીર્થ 
ભગવાન ભોલેની નગરી બનારસમાં ઘણી રહસ્યમય વસ્તુઓ છે. કહેવાય છે કે તમે આ શહેરને જેટલું જાણવા અને સમજવાની કોશિશ કરશો, એટલી જ રહસ્યમય બાબતો સામે આવશે. કાશીના જેતપુરા વિસ્તારમાં આવો જ એક રહસ્યમય કૂવો (નાગકૂપ) છે. આ કૂવાને કારકોટક નાગ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે આ નાગ કુંડને નાગ લોકનો દરવાજો છે. કાશી પર આધારિત પુસ્તક કાશી ખંડોક્ત ઉપરાંત તમામ શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે.

Karkotak Nageshwar

શિવલિંગ આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે
આ કૂવાની વાત કરીએ તો આજ સુધી કોઈ તેની ઊંડાઈ જાણી શક્યું નથી. પરંતુ એવું કહેવાય છે કે આ કૂવાની અંદર 7 કૂવા છે, જેના દ્વારા કોઈ સીધો પાતાળ લોક એટલે કે નાગ લોક સુધી જઈ શકે છે. આ કૂવાનો ઈતિહાસ 3000 વર્ષ જૂનો છે અને એવું માનવામાં આવે છે કે આ કૂવાના માત્ર દર્શનથી વ્યક્તિની કુંડળીમાંથી કાલસર્પ દોષ પણ દૂર થાય છે. 3000 વર્ષ જૂના આ કૂવામાં આજે પણ સાપ રહે છે. નાગ કુંડની અંદર એક કૂવો છે, જ્યાં એક પ્રાચીન શિવલિંગ પણ સ્થાપિત છે. આ શિવલિંગ  'નાગેશ'  તરીકે ઓળખાય છે. આ શિવલિંગ આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે અને નાગપંચમી પહેલાં કુંડનું પાણી બહાર કાઢીને શિવલિંગને શણગારવામાં આવે છે. જો કે થોડા જ કલાકોમાં તેમ પાછું પાણી ભરાવવા લાગે છે. સાથે  કહેવાય છે કે આજે પણ અહીં સાપનો વાસ છે.

Karkotak Nageshwar

કહેવાય છે કે મહર્ષિ પતંજલિએ શિવલિંગની સ્થાપના કરી હતી
સમગ્ર વિશ્વમાં કાલસર્પ દોષની પૂજા માત્ર ત્રણ જગ્યાએ થાય છે, જેમાંથી આ કુંડ મુખ્ય કુંડ છે. કહેવાય છે કે જેતપુરાનો કુંડ પ્રમુખનાગકુંડ છે. જેનું નિર્માણ મહર્ષિ પતંજલિએ પોતાની તપસ્યાથી કરાવ્યું હતું. માન્યતાઓ અનુસાર, મહર્ષિ પતંજલિએ પણ શિવલિંગની સ્થાપના કરી હતી. એવું કહેવામાં આવે છે કે નાગપંચમી પહેલા કૂવાની સફાઈ કરીને પાણી બહાર કાઢવામાં આવે છે અને પછી વિધિ-વિધાનઅનુસાર શિવલિંગની પૂજા કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે મહર્ષિ પતંજલિએ કારકોટક નાગ તીર્થ તરીકે ઓળખાતા આ સ્થાન પર વ્યાકરણચાર્ય પાણિનીના મહાભાષ્યની રચના કરી હતી. આ કૂવો કેટલો ઊંડો છે તે આજ સુધી જાણી શકાયું નથી કારણ કે તેનો સંબંધ પાતાલ લોક સાથે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ