ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / karan johar tried for suicide due to loss in brahmastra and mukesh ambani gave him 300cr loan

બોલિવૂડ / સુસાઇડ કરવાનો હતો કરણ જોહર, અંબાણીએ આપ્યા 300 કરોડ: આ ખાનના દાવાથી બોલિવૂડમાં ખળભળાટ

Published By: MayurN

Last Updated: 10:49 AM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRK કહે છે કે બ્રહ્માસ્ત્રના નબળા કલેક્શનને કારણે કરણ જોહર સુસાઇડનું નાટક રચ્યું હતું. બાદમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.

ADVERTISEMENT

  • કરણ જોહર અને બ્રહ્માસ્ત્રને લઈને KRKનું ટ્વીટ
  • ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નબળું કલેક્શન રહ્યું છે- KRK
  • મુકેશ અંબાણી એ કરણને 300 કરોડની લોન આપી- KRK 

અભિનેતા અને વિવેચક KRK અવારનવાર પોતાની ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. KRKની ટ્વીટ વારંવાર કોઈ ને કોઈ વિવાદ પર હોય છે અને આવી સ્થિતિમાં હવે તેણે કરણ જોહર અને બ્રહ્માસ્ત્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. KRK કહે છે કે નિર્માતા કરણ જોહરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત બ્રહ્માસ્ત્રના નબળા કલેક્શનને કારણે સુસાઇડનું નાટક રચ્યું હતું. બાદમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.

શું છે KRKનું ટ્વિટ ? 
KRKએ કરણ જોહર અને બ્રહ્માસ્ત્રના કલેક્શનને લઈને પોતાના ટ્વીટમાં લખ્યું, 'સૂત્રો અનુસાર, થોડા સમય પહેલા કરણ જોહરે તેના ઘરે એક સુસાઈડ ડ્રામા કર્યો હતો, જેનું કારણ હતું બ્રહ્માસ્ત્રના કલેક્શનમાં ભારે નુકસાન. ત્યારબાદ મુકેશ અંબાણીએ તેમને 300 કરોડ રૂપિયાની લોન આપી હતી. હવે સવાલ એ છે કે કરણ જોહર દુનિયાને સ્પષ્ટ કેમ નથી કહેતો કે તે બ્રહ્માસ્ત્રને કારણે નાદાર થઈ ગયો છે.

 

બ્રહ્માસ્ત્રના કલેક્શન પર સવાલ
આ પહેલીવાર નથી કે જ્યારે KRKએ કરણ જોહર અને બ્રહ્માસ્ત્ર વિશે ટ્વિટ કર્યું હોય. આ પહેલા પણ KRK બ્રહ્માસ્ત્રના કલેક્શન પર સવાલ ઉઠાવી ચૂક્યો છે. કેઆરકેનું કહેવું છે કે બ્રહ્માસ્ત્રનું કલેક્શન ખોટી રીતે બતાવવામાં આવ્યું છે જેથી દર્શકો ફિલ્મ તરફ આકર્ષાય. પોતાના એક જૂના ટ્વીટમાં કેઆરકેએ લખ્યું, "થિયેટર ખાલી છે પરંતુ તેમ છતાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર બમ્પર બિઝનેસ કરી રહી છે કારણ કે ગુરુ અને મંગળના એલિયન્સ આ ફિલ્મ જોવા માટે પૃથ્વી પર આવી રહ્યા છે."

શું છે બ્રહ્માસ્ત્રનું કલેક્શન
એક તરફ જ્યાં KRK બ્રહ્માસ્ત્રના કલેક્શન પર સવાલ ઉઠાવે છે, તો બીજી તરફ ટ્રેડ એનાલિસ્ટ્સના મતે ફિલ્મે દુનિયાભરમાં 430 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ પણ લગભગ 350-400 કરોડ રૂપિયા હતું, જેનું મુખ્ય કારણ તેનું VFX હતું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. સાથે જ મૌની રોયે પણ ફિલ્મમાં દિલ જીતી લેનારો અભિનય આપ્યો હતો. આ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ મહત્વની ભૂમિકા હતી. નાગાર્જુન અને શાહરૂખ ખાનના કેમિયોએ પણ બધાને ઉત્સાહિત કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Bollywood Bramhastra Collection KRK Karan Johar Mukesh Ambani Ranbir Kapoor Suicide tweet Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ