બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut Birthday struggle and success story

મનોરંજન / Kangana Ranaut Birthday: નાની ઉંમરે જ કંગનાએ ઘર ત્યજી દીધેલું, બાદમાં કૉફી પીતા-પીતા ફિલ્મ હાથ લાગી

Arohi

Last Updated: 12:48 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut Success Story: બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત પોતાના બિંદાશ અંદાજના કારણે ફેમસ છે. પરંતુ કંગનાની સક્સેસની સફર ખૂબ જ મુશ્કેલ રહી છે.

કંગના રણૌત બોલિવુડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. બિંદાશ અંદાજમાં પોતાનું નિવેદન આપવાના કારણે કંગનાને કોન્ટ્રોવર્શિયલ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કંગનાનો જન્મ 23 માર્ચ, 1987એ હિમાચલ પ્રદેશના મનાલીમાં થયો હતો. 

આજે પણ તેનો પરિવાર મનાલીમાં રહે છે. કોન્ટ્રોવર્શિયલ ક્વીન કંગનાની બોલિવુડ સુધીની સફર ખૂબ જ મુશ્કેલ રહી હતી. કંગનાએ પોતાના સપનાને પુરા કરવા માટે નાનપણમાં જ ઘર છોડી દીધુ હતું. 

કંગનાના જન્મથી ખુશ ન હતા પરિવારના લોકો 
કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની પાસે આવેલા સુરજપુરમાં થયો હતો. કંગનાના પિતા અમરદીપ રણૌત એક બિઝનેસમેન હતા. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે પેદા થઈ તો તેનો પરિવાર ખુશ ન હતો. જ્યારે બીજી બાળકીનો જન્મ થયો છે તે જાણીને પરિવારના લોકો ખુશ ન હતા. 

12માં ધોરણમાં ફેલ થઈ હતી કંગના 
ઈન્ટરવ્યૂમાં કંગનાએ જણાવ્યું કે તેમના માતા-પિતા તેમને ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ તે 12માં ધોરણમાં ફેલ થઈ ગઈ. પરંતુ કંગના બાળપણથી જ એક્ટર બનવા માંગતી હતી. કંગના પોતાના સપનાને પુરા કરવા માટે ઘર છોડીને દિલ્હી આવી ગઈ. 

દિલ્હી આવીને કંગનાએ થિએટર ડાયરેક્ટર અરવિંદ ગૌડ પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી. ત્યાર બાદ તે ઈન્ડિયા હેબિટેટ સેન્ટરનો ભાગ બની અને ઘણા સીરિયલ, નાટકમાં કામ કર્યું. તેનું પહેલું નાટક પ્લે ગિરીશ કર્નાડનું રક્ત કલ્યાણ હતું. 

વધુ વાંચો: શું કંગના રનૌત બંધાશે લગ્નના બંધનમાં? કહ્યું 'હું પણ એક પરિવાર...'

કોફી પીતી વખતે મળી ગઈ ફિલ્મ 
તમને જણાવી દઈએ કે કંગનાને પહેલી ફિલ્મ કોફી પીતી વખતે મળી ગઈ હતી. વર્ષ 2005માં ડાયરેક્ટર અનુરાગ બાસુએ કંગનાને એક કેફેમાં કોફી પીતી વખતે જોઈ હતી. ત્યાર બાદ તેમણે તેને ફિલ્મની ઓફર આપી. વર્ષ 2006માં કંગનાએ થ્રિલર ફિલ્મ ગેંગસ્ટરની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ગેંગસ્ટર ફિલ્મ માટે કંગનાને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ