બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut going to get married soon order wedding dress

મનોરંજન / શું કંગના રનૌત બંધાશે લગ્નના બંધનમાં? કહ્યું 'હું પણ એક પરિવાર...'

Arohi

Last Updated: 12:27 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut Marriage News: કંગના રણૌતને લઈને ખબર આવી છે કે ટૂંક સમયમાં જ તે લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ આ ખબરની કોઈ ઓફિશ્યલ પુષ્ટિ નથી થઈ શકી.

પાછલા થોડા સમયમાં ઘણા બોલિવુડ સેલેબ્સે લગ્ન કરી લીધા છે. હાલમાં જ રાકુલપ્રીત સિંહે જેકી ભગનાની સાથે લગ્ન કર્યા અને તેના બાદ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 

હવે ખબર સામે આવી રહી છે કે કંગના રણૌત પણ નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. ફેંસ લાંબા સમયથી કંગનાના લગ્નની રાહ જોઈ રહ્યા છે અને હવે આ ખબર વિશે તે ખૂબ જ ખુશ પણ છે.

કંગના કરવા જઈ રહી છે લગ્ન? 
જણાવવામાં આવી રહ્યું છે કે કંગનાએ પોતાના લગ્નનો લહેંગો પણ બનાવવા આપી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર કંગના પોતાનો લહેંગો એવા ડિઝાઈનર પાસે બનાવી રહી છે જે ઈન્ડસ્ટ્રી માટે વધારે ફેમસ નથી. 

આ ખબરને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવી છે અને કંગના કોની સાથે લગ્ન કરવાની છે તેની જાણકારી નથી અને ન તો કંગનાની તરફથી તેના પર કોઈ રિએક્શન આપવામાં આવ્યું છે. 

વધુ વાંચો: હવે છેક જાપાન સુધી RRRએ ડંકો વગાડ્યો, 110 વર્ષ જૂની થિયેટર કંપનીએ ફિલ્મને નાટકમાં કરી પરિવર્તિત

ફેંસનું કહેવું છે કે કંગના દરેક વાતને લઈને હંમેશા બિંદાસ રહી છે તો લગ્નની ખબરને કેમ છુપાવી રહી છે. એવામાં તેને ફક્ત અફવાહ માનવામાં આવી રહી છે. જોકે કંગનાએ થોડા સમય પહેલા પોતાના લગ્નના પ્લાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે હંમેશાથી પોતાનો પરિવાર ઈચ્છે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ