બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

VTV / ધર્મ / Kamada Ekadashi 2024 vrat katha, Lord Vishnu fulfill all wishes

Kamada Ekadashi / આવતીકાલે છે કામદા એકાદશી: અપનાવજો આ ખાસ ઉપાય, રહેશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા દ્રષ્ટિ

Vidhata

Last Updated: 09:19 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામદા એકાદશીનું વ્રત કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે. આ વર્ષે કામદા એકાદશી ક્યારે છે અને આનું પૂર્ણ ફળ મેળવવાની રીત જાણો

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી હોય છે, આ દિવસે વ્રત રાખવામાં આવે છે. કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઘણો લાભ મળે છે. એવી માન્યતા છે કે કામદા એકાદશીનાં દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. ઉપરાંત આ વ્રત કરવાથી મોક્ષ પણ મળે છે. આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 19 એપ્રિલ શુક્રવારના રોજ રાખવામાં આવશે. એમ તો શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવામાં આ વખતે કામદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિશેષ છે. 

કામદા એકાદશીનું મહત્ત્વ 

ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનાં વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે. કામદા એકાદશીનાં વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. જે વ્યક્તિ આ કથા વાંચે કે સંભાળે છે તેના પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો 100 યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે.

કામદા એકાદશી વ્રત કથા

પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કામદા એકાદશીની કથા સંભળાવી હતી. જે અનુસાર, પ્રાચીન કાળમાં પુંડરિક નામનો એક રાજા હતો, જે ભોગ અને વિલાસમાં મગ્ન રહેતો હતો. તેના રાજ્યમાં લલિત અને લલિતા નામના સ્ત્રી-પુરુષો રહેતા હતા. બંને વચ્ચે અપાર પ્રેમ હતો. એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાઈ રહ્યો હતો પણ ત્યારે જ તેનું ધ્યાન તેની પત્ની પર ગયું અને તેનો સ્વર બગડી ગયો. આ જોઈને રાજા પુંડરિક ક્રોધિત થઈ ગયા અને તેને લલિતને રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો. 

વધુ વાંચો: અમદાવાદમાં આવેલા છે આમલીવાળી માતાજી, નાગણી સ્વરૂપે આપતા દર્શન, મહિમા 100 વર્ષ જૂનો

શ્રાપના પ્રભાવથી લલિત માંસનું ભક્ષણ કરનાર રાક્ષસ બની ગયો. લલિતની પત્ની પોતાના પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીએ તેના પતિને ઠીક કરવાના ઘણા પ્રયાસો કર્યા. ત્યારે કોઈએ તેને શ્રૃંગી ઋષિ પાસે જવાનું કહ્યું. લલિતા વિંધ્યાચલ પર્વત પર સ્થિત શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ અને તેને તેના પતિની આખી હાલત જણાવી. ઋષિએ લલિતાને મનોકામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત રાખવા કહ્યું. સાથે જ ઋષિએ એમ પણ કહ્યું કે જો તે કામદા એકાદશીનું વ્રત કરે છે તો તેના પુણ્યને કારણે તેનો પતિ લલિત ફરીથી માનવ યોનિમાં આવી જશે. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ