બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Just few hours left: Income tax return can be filed after July 31?

ITR / બસ છેલ્લા અમુક કલાક બાકી: 31 જુલાઇ પછી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે? જાણો શું છે નિયમો અને લેટેસ્ટ અપડેટ

Priyakant

Last Updated: 09:12 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Filing 2023 News: ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023/ જે લોકોની આવક કરપાત્ર છે તેમણે 31મી જુલાઈ સુધીમાં પેનલ્ટી વિના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે

  • ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાને લઈ મોટી અપડેટ 
  • ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
  • 31મી જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો દંડ 

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. વ્યક્તિગત રીતે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ તારીખ સુધી લોકો નાણાકીય વર્ષ 2022-23માં થયેલી કમાણી જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, 31 જુલાઈ આવવામાં માત્ર એક જ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં લોકોએ વહેલી તકે તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે, નહીં તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દંડ ભરવો પડી શકે છે
વિગતો મુજબ જો લોકો 31મી જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકે તો લોકોએ દંડ પણ ભરવો પડી શકે છે. જે લોકોની આવક કરપાત્ર છે તેમણે 31મી જુલાઈ સુધીમાં પેનલ્ટી વિના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. નહીં તો લોકોએ લેટ ફી ચૂકવવી પડી શકે છે. કરપાત્ર આવક અનુસાર દંડ 5 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.

છેલ્લી તારીખ લંબાવાશે ? 
અગાઉ આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી હતી. જોકે પરંતુ આ વખતે એવું લાગતું નથી. આવકવેરા વિભાગ દ્વારા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાનો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોએ છેલ્લી તારીખની રાહ જોયા વિના ITR ફાઈલ કરવું જોઈએ. ઘણી વખત છેલ્લી તારીખમાં સર્વરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્નની સાથે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્વીટ કરીને લેટેસ્ટ અપડેટ્સ પણ આપવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે 31 જુલાઈ, 2023 આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે, આવી સ્થિતિમાં લોકોએ વિલંબ કર્યા વિના ITR ફાઈલ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ