ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh woman death while talking over a phone audio clip goes viral

કરૂણતા / AUDIO : હેલો... હેલો... જૂનાગઢમાં કોરોનાગ્રસ્ત મહિલાએ ફોન પર વાત કરતા કરતા જ પ્રાણ છોડ્યાં

Published By: vtvAdmin

Last Updated: 01:23 PM, 13 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરમાં જૂનાગઢથી ભાવુક કરી દે તેવા સમાચાર આવી રહ્યાં છે. જેમાં કોરોનાગ્રસ્ત મહિલા ફોન પર વાત કરતા કરતા પ્રાણ છોડી દે તે સંભળાઈ રહ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતને જબરદસ્ત રીતે કોરોનાએ પોતાની સેકન્ડ ઈનિંગમાં ઝપેટમાં લીધું છે. જ્યાં જુઓ ત્યાં હાલ ચિંતાજનક દ્રશ્યો અને માહોલ દેખાઈ રહ્યો છે. આવામાં રાજકોટમાં કોવિડ મહિલા દર્દીનો અંતિમ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. 

વાત કરતા કરતા જ દેહ છોડ્યો

કોરોનાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેમના કોઈ સંબંધીએ તેમને ફોન કરીને તબિયત પૂછ્યા હતાં. સંબંધીએ પૂછ્યું કે કેમ છે તબિયત, કોઈ ડૉક્ટર જોવા આવ્યાં કે નહીં. આટલી વાતચીક દરમ્યાન જ મહિલાએ હૂંકારો ભરતા ભરતા જ પોતાના પ્રાણ છોડ્યાં હતાં. સારવાર લઈ રહેલા મહિલાની અંતિમ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો હાલ વાયરલ થયો છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં ચિંતાજનક આંકડા

રાજ્યમાં 12 એપ્રિલ 2021ના રોજ 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AUDIO CLIP Coronavirus junagadh ઑડિયો ક્લિપ જૂનાગઢ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ