બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / J&K: Modi celebrates Diwali with soldiers in Nowshera, pays tribute to martyrs

તહેવાર / જવાનો સાથે દિવાળી મનાવવા જમ્મુના નૌશેરા પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Hiralal

Last Updated: 11:57 AM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઠ વર્ષની પરંપરા એકધારી રીતે જાળવી રાખતા પ્રધાનમંત્રી મોદી ગુરુવારે જવાનો સાથે દિવાળી મનાવવા માટે જમ્મુના નૌશેરામાં પહોંચ્યાં

  • જવાનો સાથે દિવાળી મનાવવા જમ્મુના નૌશેરા પહોંચ્યા PM મોદી
  • શહીદોને આપી શ્રદ્ધાંજલિ
  • જવાનો સાથે દિવાળી મનાવવાની આઠ વર્ષની પરંપરા જાળવી

ગુરુવારે દિવાળીના પાવન પ્રસંગે પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી નૌશેરા પહોંચ્યાં હતા. નૌશેરામાં મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી ફોરવર્ડ પોસ્ટની પણ મુલાકાતે જવાના છે. 

પીએમ બન્યા બાદ જવાનો સાથે સતત 8મી દિવાળી

23 ઓક્ટોબર, 2014: નરેન્દ્ર મોદી મે 2014માં વડા પ્રધાન બન્યા. ત્યારબાદ તેમણે 23 ઓક્ટોબર, 2014ના રોજ પીએમ સિયાચીન તરીકે પોતાની પ્રથમ દિવાળી ઉજવી હતી.

11 નવેમ્બર, 2015: પીએમ મોદીએ પંજાબમાં જવાનો સાથે દિવાળી ઉજવી. અહીં તેઓ 1965ના યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા પણ પહોંચ્યા હતા.

30 ઓક્ટોબર, 2016: પીએમ મોદી 2016માં દિવાળીની ઉજવણી માટે હિમાચલના કિન્નૌર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-ચીન સરહદ નજીક જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

18 ઓક્ટોબર, 2017: પીએમ મોદીએ 2017માં પણ જવાનો સાથે દિવાળી ઉજવી હતી. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીરના ગુરેઝ પહોંચ્યો હતો.

7 નવેમ્બર, 2018: પ્રધાનમંત્રી મોદીએ 2018માં ઇન્ડો-તિબેટબોર્ડર પોલીસના જવાનો સાથે ઉત્તરાખંડના હર્ષિલ ખાતે દિવાળીઉજવી હતી.

27 ઓક્ટોબર, 2019: પીએમ મોદીએ 2019માં એલઓસી પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી. એલઓસી પર તૈનાત સૈનિકોને મળવા માટે પીએમ મોદી રાજૌરી પહોંચ્યા હતા.

14 નવેમ્બર, 2020: પીએમ મોદીએ જેસલમેરના લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
4 નવેમ્બર 2021 : જમ્મુ કાશ્મીરના નૌસેરામાં જવાનો સાથે દિવાળી મનાવી 

પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "દીપાવલીના પાવન અવસર પર દેશની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશના આ તહેવારથી તમારા બધા માટે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે. કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા જમ્મુ કાશ્મીર જશે. મોદી જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નૌશેરા સેક્ટરમાં ભારતીય આર્મીના જવાનો સાથે દિવાળી મનાવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ 2014 થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની એક નવી પરંપરા શરુ કરી છે. ગયા વર્ષે દિવાળી મનાવવા માટે પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના જૈસલમેરમાં પહોંચ્યાં હતા. 2019 ની દિવાળી મોદીએ રાજૌરી જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલમા મનાવી હતી અને સેનાનું મનોબળ વધાર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ