બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Jitu vaghani made announcement regarding various questions of teachers and Education, HMAT, ATC
Vishnu
Last Updated: 06:53 PM, 17 May 2022
ADVERTISEMENT
આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગે લીધેલા મોટા નિર્ણયોને કઈ પ્રેસ સંબોધન કર્યું હતું જેમાં શિક્ષકો અને શિક્ષણના પડતર મુદ્દાઓને લઈ મોટી જાહેરાતો કરવામા આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર અનેક બેઠકો થઇ, CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક થઇ હતી અને શિક્ષક સંઘો સાથે પણ બેઠક કરવામાં આવ્યું હતું જે બાદ નિષ્કર્ષ કાઢી ઘણા નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા આજે લેવામાં આવ્યા છે.
સળંગ નોકરીમાં વિસંગતતા ઉકેલાઈ
જોબ અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ફિક્સ પેના ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના સળંગ નોકરીનો મહત્વના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. શિક્ષક છે એ આચાર્ય થાય તો સળંગ નોકરી ન ગણાતી તે વિસંગતતા હતી જેને દૂર કરવામાં આવી છે.
ADVERTISEMENT
એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય
વધુમાં વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આજે શિક્ષકો માટે દિવાળી જેવો દિવસ છે. કારણ કે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ જૂની પ્રણાલી પ્રમાણે રિવ્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલના સમય ઉપરાંત ભણાવવાની ખાતરી આપી છે. હવે એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય લેવાયો, આવી શાળાઓમાં વધુ એક શિક્ષક ફાળવાશે. આ નિર્ણય બાદ આવી શાળાઓમાં કુલ 4 શિક્ષકોનું મહેકમ મળશે.
ADVERTISEMENT
HMATની ભરતીની જાહેરાત થશે
આ બાદ આચાર્યો માટે પણ ATCનો લાભ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે તેવો ખાતરી પણ જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં જ ભરતી પૂર્ણ કરવામાં આવશે.
સાતમા પગાર પંચના બાકી હપ્તા, શરતી બઢતી આપવાનો નિર્ણય
નોન ટિચિંગ સ્ટાફને શરતી બઢતી અપાશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાની માહિતી વાઘાણી દ્વારા આપવામાં આવી છે. સાતમા પગાર પંચના બાકી હપ્તાની ચૂકવણી ઝડપી કરાશે તેવી બાંહેધરી પણ આપી છે. છેલ્લે તેઓએ તમામ જાહેરાતો વિશે કહ્યું હતું કે શિક્ષકોની વર્ષોથી જે માંગણીઓ હતી તે પૂર્ણ થઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.