બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / jio upi payment soundbox may enter in upi market google pay paytm phonepe

ટેક્નોલોજી / હવે Paytm, Google Pay, Phone Pe ને ટક્કર આપવા આવી રહ્યું છે Jio Pay Soundbox, જાણો પ્લાન

Arohi

Last Updated: 03:56 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JIO UPI Payment: Jio Soundbox ટૂંક સમયમાં જ આવી શકે છે. પેટીએમ પેમેન્ટ બેંક બાદ મુકેશ અંબાણીની તરફથી આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે તેની મદદથી તે UPI માર્કેટમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન કરી રહ્યા છે.

Jioએ ઓછા સમયમાં ભારતીય ટેલીકમ્યુનિકેશન માર્કેટમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તેની સાથે જ કંપની નવા નવા ફેરફાર પણ કરી રહે છે. હવે UPI પેમેન્ટ માર્કેટમાં પણ જીયો ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન કરી રહ્યું છે. સામાન્ય રીતે તમે દુકાનો પર Paytm Soundbox જોયું હશે. એટલે કે જેનાથી તમે પેમેન્ટ કરો છો તો તે બોલીને શોપ ઓનરને જણાવે છે કે કેટલા રૂપિયા આપવામાં આવ્યા. હવે તેમાં જીયો પણ એન્ટ્રી કરી શકે છે. 

Jio Pay App પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ છે અને હવે Soundboxની મદદથી કંપની પોતાનો બિઝનેસ વધારવા પર ભાર આપી રહી છે. એક રિપોર્ટ અનુસાર Joi Soundboxનું ટ્રાયલ સ્ટાર્ટ થઈ ચુક્યું છે અને ટૂંક સમયમાં જ તમને દુકાનો પર તે જોવા મળી શકે છે. એટલે કે તેનાથી મુકેશ અંબાણી સીધા પેટીએમ, ફોનપે અને ગુગલ પેને ટક્કર આપી શકે છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેનાથી શોપ ઓનર્સને શાનદાર ઓફર્સ પણ આપવામાં આવશે. 

વધુ વાંચો: પેટ્રોલ-ડીઝલ કરતાં વધારે પ્રદૂષણ તો ઈલેક્ટ્રિક ગાડીઓ કરે છે: નવી સ્ટડીના તારણથી ચોંકી દુનિયા

જીયોના આ પ્લાન બાદ અન્ય કંપનીઓની ચિંતા થોડી વધી શકે છે. ખાસકરીને આવા સમયમાં જ્યારે પેટીએમ પેમેન્ટ બેંકને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. પેટીએમ પેમેન્ટ બેંક પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. જોકે તેનાથી પેટીએમ યુપીઆઈ પર કોઈ અસર નહીં પડે. આ સમયે જ જીયોની તરફથી લેવામાં આવતા નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ