બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Jawan Review shah rukh khan delivers masterclass in action elevation emotional film

રેકોર્ડ બ્રેક / Jawan Review: સુપરહિટ પઠાન બાદ બ્લોકબસ્ટર જવાન: આવો સ્વેગ શાહરુખ ખાન જ લાવી શકે, થિયેટરમાં નાચી પડ્યા લોકો

Arohi

Last Updated: 02:31 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan Review Shah Rukh Khan: શાહરૂખ ખાને 'જવાન'માં તે બધુ જ ડિલિવર કર્યું છે જેનું વચન તેણે ટીઝરમાં આપ્યું હતું. ફિલ્મમાં એક્શન, ઈમોશન, હીરોના એલિવેશન વાળા સોલિડ મોમેન્ટ્સ બધુ જ છે. ફિલ્મનો મેસેજ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે અને શાહરૂખે તે ખાસ સ્વેગ સાથે તે ડિલીવર કર્યું છે.

  • શાહરૂખની ફિલ્મ 'જવાન' થઈ રિલીઝ 
  • ફિલ્મ જોયા બાદ ફેંસનું આવું છે રિએક્શન 
  • થિયેટરમાં નાચી પડ્યા લોકો

'જવાન'નું ટ્રેલર જોઈને દર્શકોની જે આશા હતી તેના પર શાહરૂખ ખાન ખરો ઉતર્યો છે. લાંબી રાહ જોયા બાદ ફાઈનલી થિએટર્સમાં જઈને એવું લાગે છે કે શાહરૂખ અને ડાયરેક્ટર એટલીની જોડીએ જેટલું બતાવ્યું હતું તેનાથી પણ વધારે ડિલીવર કર્યું છે. 

'જવાન'માં શાહરૂખના કિલર લુક્સ, સ્ક્રીન પર આગ લગાવી દે તેવા એક્શન સીન્સ અને ઈમોશન્સ તો છે જ. પરંતુ ફિલ્મની સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે જે એક દર્શક તરીકે નહીં પરંતું દેશના નાગરીક તરીકે તમને અપીલ કરશે. પહેલી 45 મિનિટમાં જ 'જવાન'ની સ્ક્રિપ્ટમાં એટલી સ્ટોરી છે જે કોઈ મસાલા ફિલ્મોમાં આખા 3 કલાકમાં જ નથી હોતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

'જવાન'ની સ્ટોરી 
ફિલ્મની સ્ટોરી એક ટ્રેન હાઈજેક સાથે શરૂ થાય છે. હાઈજેક કરનાર ટ્રેનના 376 યાત્રીઓના બદલે કૃષિ મંત્રી સાથે વાત કરવાની ડિમાન્ડ મુકવામાં આવે છે. તે કૃષિ મંત્રી પાસેથી એક એમાઉન્ટ માંગે છે. જેને 5 મિનિટની અંદર અરેન્જ કરવી સરકાર માટે પોસિબલ નથી. પરંતુ હાઈજેક થયેલી મેટ્રો ટ્રેનમાં એક ખૂબ મોટા બિઝનેસ મેન કાલીની દિકરી પણ છે. 

ટ્રેન હાઈજેક કરનારની સલાહ છે કે જ્યારે સરકાર બિઝનેસમેનનું દેવુ માંફ કરે છે. તો ટ્રેનમાં ફસાયેલી જનતાની મદદ કરી શકે છે. આ આખો એપિસોડ પુરો થાય છે તો મળેલી રકમથી 7 લાખ ખેડૂતોનું દેવું માફ થઈ જાય છે. ટ્રેન હાઈજેક કરવામાં તે આદમીની સાથે એક ગર્લ ગેંગ પણ હોય છે. તે બધાને પોતાની સ્ટોરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

કાયદાની નજરે અપરાધી બની ચુકેલો આ વ્યક્તિ જનતાની નજરમાં હીરો બની જાય છે. એક મોર્ડન રોબિનહુડ, જો બિઝનેસમેનથી પૈસા લુટીને જનતાની મદદ કરી રહ્યો છે. પરંતુ આ આદમી જેવો દેખાઈ રહ્યો છે તેવો છે? શું તેની પાછળ કોઈ બીજો હેતું છે? તેના પર સ્ટોરી છે. 

'જવાન'નો મેસેજ 
ફિલ્મમાં સબ-પ્લોટ છે જે મળીને આખી સ્ટોરી બનાવે છે. આ નાના-નાના ભાગમાં ઘણી એવી વસ્તુઓ છે જે તમને ન્યૂઝ પેપરમાં મળે છે. દેવામાં ડૂબતા ખેડૂતોની આત્મહત્યા, લોકોના સ્વાસ્થ્ય સાથે રમત, જીવન અને પર્યાવરણને ઝેરી બનાવતી ઈન્ડસ્ટ્રીઝને કામ કરવાની પરવાનગી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ફિલ્મની સ્ટોરી ભ્રષ્ટાચારના એ લેવલને પણ બતાવે છે. જેમાં ખરાબ હથિયારના કારણે દુશ્મનની સામે જવાન જીવ ગુમાવે છે. નર્મદાની સાથે સાથે બાકી મહિલા પાત્રોની સ્ટોરી ખૂબ જ મજબૂત બતાવવામાં આવી છે.

એક્ટર્સનું પરફોર્મન્સ 
એટલીએ 'જવાન'ના હીરો માટે જે સ્વેગ ઈમેજ ઉભી કરી છે તેને શાહરૂખ સ્ક્રીન પર લઈ આવ્યા છે. એક્શનમાં શાહરૂખનો સ્વેગ છે. સ્પેશિયલ ઓફિસરના રોલમાં નયનતારાએ પરફેક્ટ રોલ નિભાવ્યો છે. વિજય સેતુપતિએ એક વખત ફરી બતાવ્યું છે કે તેમના જેવું કોઈ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

સપોર્ટિંગ કાર્સટનું કામ પણ 'જવાન'માં ખૂબ સોલિડ છે. પાર્ચ્ડ જેવી સારી ફિલ્મ કરી ચુકેલી લહર ખાન, અહીં ખૂબ ઈમોશનલ સબ-પ્લોટમાં જોવા મળે છે. પોતાના નાના રોલમાં પણ તેમણે ખૂબ સારૂ કામ કર્યું છે. સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ અને રિદ્ધિ ડોગરા પણ પોતાના પાત્રોમાં પાવરફૂલ છે. સુનીલ ગ્રોવર પર શાનદાર ભુમિકામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ