ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / જાપાનમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો, લોકો ઘર બહાર ભાગ્યા

વર્લ્ડ / જાપાનમાં વહેલી સવારે 6.1ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો, લોકો ઘર બહાર ભાગ્યા

Published By: Purvin Suthar

Last Updated: 08:28 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનના હોકાઈડો વિસ્તારમાં વહેલી સવારે આવેલા 6.1 તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક લાગેલા ઝટકાથી ઘણા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદભાગ્યે કોઈ સુનામીની ચેતવણી કે મોટી જાનહાનિના અહેવાલો સામે આવ્યા નથી.

ADVERTISEMENT

જાપાનના હોકાઈડો વિસ્તારમાં સોમવારે વહેલી સવારે ભૂકંપ અનુભવાયો હતો જેના ઝટકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજતા ઘણા લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.

ક્યારે આવ્યો ભૂકંપ?

આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 5:24 વાગ્યે આવ્યો હતો, જ્યારે ભારતીય સમય મુજબ રાત્રે લગભગ 1:54 વાગ્યે તેનો અનુભવ થયો હતો. મધ્ય ટોકાચી વિસ્તારમાં જાપાનીઝ સિસ્મિક સ્કેલ મુજબ આ ઝટકાની તીવ્રતા ‘5+’ તરીકે નોંધાઈ હતી, જે મધ્યમથી વધુ અસરકારક ગણાય છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ વોશિંગ્ટનની હોટલમાં ફાયરિંગ, મેજની નીચે છુપાયા ટ્રમ્પ, ડરી ગઈ મેલાનિયા

આફ્ટરશોકની આશંકા

સદભાગ્યે આ ઘટનાની બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ અથવા સંપત્તિને ગંભીર નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ખાસ કરીને આગામી દિવસોમાં સતર્ક રહેવાની સલાહ આપી છે કારણ કે મુખ્ય ભૂકંપ બાદ ‘આફ્ટરશોક્સ’ તરીકે ઓળખાતા હળવા ઝટકાઓ આવવાની શક્યતા રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષા પગલાંનું પાલન કરવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japan earthquake Hokkaido tremor 6.1 magnitude quake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ