બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / jammu narwal blast, 6 people injured

વિસ્ફોટ / ભારત જોડો યાત્રાની વચ્ચે 2 આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું જમ્મુ, ઘણા લોકો ઘાયલ

Vaidehi

Last Updated: 04:30 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂનાં નરવાલ વિસ્તારમાં સળંગ 2 આતંકી હુમલાઓ થયાં છે. જાણકારી અનુસાર આ ધમાકાઓ ટ્રાંસપોર્ટ નગરમાં થયાં છે જેમાં આશરે 6 લોકો ઘાયલ થયાં છે.

  • ભારત જોડો યાત્રા વચ્ચે J&Kમાં આતંકી હુમલો
  • જમ્મૂનાં નરવાલમાં સળંગ 2 આતંકી હુમલા
  • આશરે 6-7 લોકો ઘાયલ 

જમ્મૂનાં નરવાલ વિસ્તારમાં સળંગ બીજો આતંકી હુમલો થયો છે. સેનાએ આ ધમાકાઓની તપાસ હાથ ધરી છે. જાણકારી અનુસાર આ બ્લાસ્ટ ટ્રાંસપોર્ટ નગરમાં થયાં છે જેનામાં આશરે  6-7 લોકો ઘાયલ થયાં છે. સેનાએ મોટાપાયે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. આ બ્લાસ્ટ એવા સમયે થયો છે જ્યારે રાહુલ ગાંધીની આગેવાનીવાળી ભારત જોડો યાત્રા J&Kમાંથી પસાર થઈ રહી છે. કેટલાક દિવસો પહેલાં સુરક્ષા એજન્સીઓએ રાહુલ ગાંધીને યાત્રા દરમિયાન પગે ન ચાલવાની પણ સલાહ આપી હતી.

આશરે 6-7 લોકો ઘાયલ

સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનાં અધ્યક્ષ ડૉ. નરિંદર ભટિયાલીએ કહ્યું કે 'વિસ્ફોટમાં ઘાયલ થયેલા 7 લોકોની સારવાર ચાલી રહી છે. તેમાંથી એકની સર્જરી કરવામાં આવી રહી છે જેને પેટમાં ઘા વાગ્યો છે.' આ પહેલાં પોલીસ મહાનિર્દેશક મુકેશસિંહે જણાવ્યું કે 'નરવાલમાં બેવડા વિસ્ફોટમાં આશરે 6 લોકો ઘાયલ થયાં છે.'

આ વિસ્ફોટ વ્યાવસાયિક વિસ્તારમાં થયો

જે ક્ષેત્રમાં આતંકી હુમલાઓ કરવામાં આવ્યાં છે તે વ્યાવસાયિક એરિયા છે અને સમારકામ માટે તમામ પ્રકારનાં વાહનોનાં માલિક લોકો સાથે વ્યસ્ત રહેતાં હોય છે. તેમાં ટાયર, સ્પેર પાર્ટ્સ, જંક ડીલર અને કાર એક્સેસરીઝની અનેક દુકાનો છે. મુકેશસિંહે કહ્યું કે 'ટ્રાંસપોર્ટ નગરનાં યાર્ડ નંબર 7માં 2 વાહનોમાં વિસ્ફોટ થયાંની માહિતી મળી હતી. અમે વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરી રહ્યાં છીએ.'

જમ્મૂમાં ચાલી રહી છે ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ગણતંત્ર દિવસ સમારંભનાં 5 દિવસ પહેલાં થયેલા હાઈ એલર્ટ બાદ આ વિસ્ફોટ થયો છે. હાલમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો યાત્રા જમ્મૂ-કાશ્મીરમાં છે. પ્લાન અનુસાર રાહુલ ગાંધીની આ યાત્રા 19 જાન્યુઆરીનાં લખનપુર પહોંચી હતી અને ત્યાં એક રાત્રીનો વિશ્રામ કર્યાં બાદ સવારે કઠુઆનાં હટલી મોડથી રવાના થઈ અને 21 જાન્યુઆરી સવારે હીરાનગર પહોંચી હતી. 22 જાન્યુઆરીનાં રોજ આ યાત્રા વિજયપુરથી સતવારીનો રસ્તો પાર કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ