બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannath Temple land BJP member Usman Ghanchi ahmedabad

અમદાવાદ / જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન વિવાદ મામલે ઉસ્માન ઘાંચી આવ્યા સામે, આક્ષેપોને ફગાવતા કહ્યું કે...

Hiren

Last Updated: 11:50 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ હાલ મંદિર દ્વારા જમીનનું 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. AMCએ ફાળવેલી ગૌચરની જમીન અન્યને રૂપિયા 800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને ચેરિટી કમિશનર દ્વારા હાલ જમીનની રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે. આ મામલે ઉસ્માન ઘાંચી સાથે વીટીવીએ વાતચીત કરી હતી.

  • ભાજપના નેતા ઉસ્માન ઘાંચી સામે આવ્યા
  • મંદિરના આક્ષેપ તેમણે ફગાવ્યા
  • કોર્પોરેશને આ જમીન ખેડૂતોને આપી હતી

જગન્નાથ મંદિર ટ્રસ્ટ મંદિરની જમીન વિવાદ મામલે અંતે ભાજપના નેતા ઉસ્માન યાસીન ઘાંચી સામે આવ્યા છે. ઉસ્માન ઘાંચી પર મંદિરને ગૌચર માટે આપેલી જમીન વેચાણથી લઇ લેવાના આક્ષેપ થયા છે. ત્યારે ભાજપના નેતા ઉસ્માન ઘાંચીએ આ મામલે વીટીવી સાથે વાતચીત કરી હતી. 

આ જમીન માત્ર ભાડા પટ્ટા પર લેવામાં આવી છે તે આક્ષેપો ખોટા છેઃ ઉસ્માન ઘાંચી

ઉસ્માન ઘાંચીએ જણાવ્યું હતું કે આ જમીનમાં કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી. આ જમીન માત્ર ભાડા પટ્ટા પર લેવામાં આવી છે તે આક્ષેપ ખોટા છે. કોર્પોરેશન દ્વારા ખેડૂતોને આ જમીન આપવામાં આવી હતી. જેના કાયમી હકદાર મંદિર ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનરની પરવાનગી લીધી નથી. આ બાબતે અમે ચેરિટી કમિશનરમાં અમારો જવાબ આપીશું.

મહત્વનું છે કે અમદાવાદ જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મંદિર સાથે જોડાયેલા બે ટ્રસ્ટોની ૨.27 લાખ ચો.મી. જમીન ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી વિના કાયમી ભાડાપટ્ટે આપી દેવાના આક્ષેપો થયા છે. આ મામલે ચેરિટી કમિશનરે કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે ચેરિટી કમિશનરે કલેક્ટરને પત્ર લખ્યો છે. મંદિરના બંન્ને ટ્રસ્ટના મહેસૂલી રેકોર્ડમાં કોઈ ફેરફાર નહીં કરવા આદેશ આપ્યો છે. જગન્નાથ મંદિરના બે ટ્રસ્ટની જમીન મુદ્દે થયેલી ફરિયાદ અંગે ચેરિટી કમિશનમાં ૯મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. ટ્રસ્ટીઓએ મંજૂરી વિના ગૌચર જમીન વેચવાનો કારસો રચ્યો હતો. જગન્નાથ મંદિર ટ્રસ્ટની બહેરામપુરાની TP-138ની 2.27 લાખ ચો.મી જમીન મામલે વિવાદ સર્જાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ