બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ધર્મ / jagannath rath yatra 2023 lord jagannath idol changed every twelve years

જગન્નાથ રથયાત્રા 2023 / આખરે કેમ પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની છે પરંપરા! જાણો શું છે રહસ્ય

Arohi

Last Updated: 10:07 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Rath Yatra 2023: જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. તેમાંથી એક પરંપરા છે જગન્નાથજીની મૂર્તિઓને દર 12 વર્ષે બદલવું. આવો જાણીએ તેના કારણો વિશે.

  • દર 12 વર્ષે બદલવામાં આવે છે જગન્નાથની મૂર્તિ 
  • પુરીના જગન્નાથ મંદિરમાં નિભાવવામાં આવે છે આ પરંપરા 
  • જાણો શું છે તેના પાછળનું કારણ અને રહસ્ય

જ્યારે પણ આપણે ભગવાન જગન્નાથની વાત કરીએ છીએ તો સૌથી પહેલા રથયાત્રાનો જ ખ્યાલ આવે છે. આ યાત્રા ખૂબ જ ખાસ હોય છે અને તેમાં દેશ વિદેશથી લોકો ભાગ લેવા આવે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ શામેલ થાય છે. 

12 દિવસ સુધી ચાલે છે આ યાત્રા 
પુરીની આ યાત્રા 12 દિવસ સુધી ચાલે છે અને તેનું ખાસ મહત્વ હોય છે. આજે પણ ભગવાન જગન્નાથ રથયાત્રા વખતે માસીના ઘરે ગુંડિચા દેવી મંદિરની તરફ પ્રસ્થાન કરે છે. ત્યાં જ એક પ્રથા છે કે જગન્નાથ મંદિરના મંદિરની મૂર્તિઓ આજે પણ અધુરી છે અને 12 વર્ષ બાદ તેમને બદલી નાખવામાં આવે છે.

12 વર્ષ બાદ બદલી નાખવામાં આવે છે મૂર્તિઓ 
એવી માન્યતા છે કે જગન્નાથ મંદિરની મૂર્તિઓ દર 12 વર્ષ બાદ બદલી નાખવામાં આવે છે. હકીકતે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ છે. આ મૂર્તિઓને દર 12 વર્ષમાં બદલવાની પરંપરા ચાલતી આવે છે. 

મૂર્તિ બદલતી વખતે બંધ કરવામાં આવે છે શહેરની લાઈટો 
આટલું જ નહીં જે સમયે મૂર્તિઓ બદલવામાં આવે છે તે સમયે આખા શહેરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે અને દરેક જગ્યા પર અંધારૂ કરી દેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે મૂર્તિઓને બદલવાની પ્રક્રિયાને ગુપ્ત રાખી શકાય. મૂર્તિઓને બદલતી વખતે ફક્ત એક મુખ્ય પૂજારી જ ત્યાં હાજર હોય છે અને તેની આંખો પર પણ પાટા બાંધી દેવામાં આવે છે. મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ગુપ્ત રહે તેના માટે આમ કરવામાં આવે છે. 

પુરીમાં આજે પણ ધડકે છે શ્રી કૃષ્ણનું દિલ 
એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તે સમયે તેમનું હાર્ટ પુરીમાં જ રહી ગયું હતું અને આજે પણ તે મૂર્તિઓની વચ્ચે બ્રહ્મ રૂપમાં હાજર છે. જે સમયે શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર થયા હતા તે પોતાનું હૃદય છોડી ગયા. અહીંની મૂર્તિઓમાં સાક્ષાત રૂપમાં ભગવાન જગન્નાથ હાજર રહે છે. માટે તેના પૂજનને આજે પણ ભક્ત શુભ માને છે. 

મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા નવકલેબારા કહેવાય છે 
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને દર 12 વર્ષમાં બદલવામાં આવે છે અને આ અનુષ્ઠાનને નવકલેબારા નામ આપવામાં આવે છે. તેના ઘણા કારણ માનવામાં આવે છે જેમાંથી અમુક વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. 

લાકડાની હોય છે મૂર્તિઓ 
જગન્નાથની મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે અને તેમને હાની ન પહોંચે તેના માટે તેમને દર 12 વર્ષ બાદ બદલવામાં આવે છે. આ મૂર્તિઓ લીમડાના લાકડાથી બનાવવામાં આવે છે અને તે ખરાબ ન થાય તે કારણે તેને બદલવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મૂર્તિઓને બદલવામાં ન આવે તો તેના ખરાબ થવાનો ભય રહે છે. 

હિંદુ ધર્મમાં મૂર્તિઓ ફક્ત દેવતાઓનું પ્રતિનિધિત્વ નથી કરતી પરંતુ તેમને સ્વયં દેવતાઓની વાસ્તવિક અભિવ્યક્તિના રૂપમાં જ જોવામાં આવે છે. આ પ્રકારે, આ માન્યતા છે કે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ નિર્જીવ નથી. પરંતુ જીવિત છે જેની દેખરેખ કરવી જરૂરી છે. 

નવકલેબારા દેવતાઓની ઉર્જાને નવીનીકૃત કરવાની રીત 
નવકલેબારા અનુષ્ઠાન દેવતાઓની ઉપ્જાને નવીનીકૃત કરવાની એક રીત છે. નવકલેબારા અનુષ્ઠાનને દેવતાઓની ઉર્જા અને જીવન શક્તિને નવીનીકૃત કરવા માટે એક રીતે રૂપમાં જોવામાં આવે છે. તેમાં જુની મૂર્તિઓની જગ્યા પર નવી મૂર્તિઓ લગાવવાથી એવુ માનવામાં આવે છે કે દેવતા પોતાના ભક્તોને આશીર્વાદ આપવાનું આગળ પણ ચાલું રાખે છે. 

નવકલેબારા અનુષ્ઠાન હિંદુ કેલેન્ડરમાં એક પ્રમુખ ઘટના છે અને તેને ખૂબ જ ધૂમધામ અને સમારોહની સાથે ઉજવવામાં આવે છે. દુનિયાભરના લાખો ભક્ત પુરીમાં અનુષ્ઠાન જોવા અને દેવતાઓને પોતાનું સન્માન આપવા માટે આવે છે. 

નવકલેબારા અનુષ્ઠાનની ખાસ વાતો 

  • જગન્નાથ મંદિરના મુખ્ય પુજારી નવી મૂર્તિઓ માટે સૌથી પહેલા યોગ્ય ઝાડની પસંદગી કરવામાં આવે છે. ઝાડ લીમડાનું જ હોવું જોઈએ જે ઓછામાં ઓછા 100 વર્ષ જુનુ હોય અને તેમાં કોઈ પણ પ્રકારનો દોષ ન હોય. 
  • આ ઝાડને કાપીને મંદિરમાં લાવવામાં આવે છે. લાકડાને પછી ત્રણ દેવતાઓનો આકાર આપવામાં આવે છે. પછી નવી મૂર્તિઓને કપડા, દાગીના અને સજાવટ સામગ્રીઓથી સજાવવામાં આવે છે. 
  • જુની મૂર્તિઓને ફરી કોઈલી બેકુંઠ નામના મંદિરમાં એક ખાસ સ્થાન પર લઈ જવામાં આવે છે. તેના બાદ જુની મૂર્તિઓને કોઈલી વૈકુઠમાં જ વિસર્જિત કરી દેવામાં આવે છે. 
  • તેના બાદ નવી મૂર્તુઓને જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે અને પછી ભક્તો દ્વારા નવી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. 
  • નવકલેબારા અનુષ્ઠાન જીવનની નશ્વરતા અને નવીનીકરણના મહત્વનું પ્રતીક છે. 

વાસ્તવમાં જગન્નાથ મંદિરની મૂર્તિઓને બદલવાની પ્રથા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને તેનું ખાસ મહત્વ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ