બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / Israel took a big decision in the midst of war, Egyptian President expressed concern to PM Modi

ઇઝરાયલ-હમાસ યુદ્ધ / યુદ્ધની વચ્ચે ઈઝરાયલે લીધો મોટો નિર્ણય, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ PM મોદી સામે વ્યક્ત કરી ચિંતા

Priyakant

Last Updated: 08:33 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ તરફના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે ઇજિપ્તના સતત પ્રયાસો વિશે વાત કરી

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર 
  • PM મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત 
  • બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી

Israel-Hamas War : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના સૈન્ય હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.

શું કહ્યું ઇઝરાયલ રાષ્ટ્રપતિના પ્રવક્તાએ? 
ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ તરફના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે ઇજિપ્તના સતત પ્રયાસો વિશે વાત કરી. આ સાથે એવું પણ કહેવાય છે કે, ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ હુમલાના પરિણામો ખૂબ ગંભીર હશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, આનાથી માનવીય સ્થિતિ વધુ બગડશે. તેથી આ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા પડશે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અનુસાર આ યુદ્ધનો ઉકેલ રાજદ્વારી સ્તરે શોધવો જોઈએ. તેમણે કહ્યું કે, જો આ દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો યુદ્ધવિરામ માનવ જીવન બચાવશે. રાષ્ટ્રપતિ ફતાહે કહ્યું કે, માનવતાવાદી સહાય હિંસા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક અને કોઈપણ અવરોધ વિના પહોંચાડવી જોઈએ. બંને નેતાઓએ ઇજિપ્ત અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ઉત્તમ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને મિત્ર દેશો વચ્ચેના પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો.

ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 7600થી વધુ લોકોના મોત
ઇઝરાયેલના હુમલા વચ્ચે ગાઝા પટ્ટીએ દાવો કર્યો છે કે , ગાઝામાં મૃત્યુઆંક 7,650 સુધી પહોંચી ગયો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે,ગાઝામાં મૃત્યુઆંક વધીને 7,650 થયો હતો અને 19,450 ઘાયલ થયા હતા કારણ કે ત્રણ અઠવાડિયા પહેલા ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કર્યો હતો.

ગ્રાઉન્ડ એટેકના વિનાશક પરિણામો આવશે ? 
યુએન હ્યુમન રાઇટ્સ ચીફ વોલ્કર તુર્કે ગાઝા પટ્ટીમાં મોટા પાયે ગ્રાઉન્ડ ઓપરેશનના વિનાશક પરિણામોની ચેતવણી આપી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, અત્યાર સુધી થયેલા તમામ યુદ્ધોને જોતા હું કહી શકું છું કે, હાલમાં ગાઝામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સૌથી ભયાનક છે. કારણ કે અહીં મોટા પાયા પર જમીની સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિનાશક પરિણામો તરફ દોરી જશે. તેણે કહ્યું કે, આનું પરિણામ એ આવશે કે મને હજારો લોકોના મોતનો ડર છે. વોલ્કરે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેમની તમામ શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી.

તુર્કીયેએ હમાસ પરના હુમલાની નિંદા કરી, ઇઝરાયલે વળતો જવાબ આપ્યો
આ સાથે જ તુર્કીયેએ પણ હમાસ પર ઈઝરાયલના સૈન્ય હુમલાની આકરી નિંદા કરી છે. ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન દળો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટે પણ આહ્વાન કર્યું અને કહ્યું કે આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા મુસ્લિમ દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.તુર્કીયેના નિવેદનનો જવાબ આપતા ઈઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું કે, આપણે તુર્કીયે સાથે રાજદ્વારી સંબંધોનું પુન:મૂલ્યાંકન કરવું પડશે. તેમણે તુર્કીયેમાં તૈનાત ઈઝરાયેલના રાજદ્વારીઓને ઈઝરાયલ પરત ફરવાનો આદેશ આપ્યો છે. ગયા અઠવાડિયે ઈઝરાયલે તુર્કીયેમાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા, કારણ કે તુર્કીયેએ પણ ઈઝરાયલના નાગરિકોને આતંકવાદી ખતરાઓને કારણે દેશ છોડવા માટે કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ