બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Hamas War Updates : tension between united states of america and iran

ચિંતાજનક સમાચાર / જંગમાં કૂદશે USA! મિડલ-ઈસ્ટમાં સતત વધી રહી છે તૈનાતી, સેનાને 24 કલાકમાં તૈયાર રહેવા આદેશ, બ્રિટનના PM પણ જઈ શકે છે ઈઝરાયલ

Parth

Last Updated: 07:56 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War: યુદ્ધની વચ્ચે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઈઝરાયલ પહોંચ્યા હતા ત્યાં જ હવે બ્રિટનના PM ઋષિ સુનક પણ પહોંચી શકે છે.

  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનો 13મો દિવસ 
  • અમેરિકા અને ઈરાન વચ્ચે વધ્યો તણાવ 
  • બ્રિટનના PM પહોંચશે તેલ અવીવ 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દિવસેને દિવસે વધુને વધુ ગંભીર થતું જઈ રહ્યું છે. એક તરફ ઈરાન વારંવાર આ યુદ્ધમાં ઝંપલાવવા અંગે ધમકીઓ આપી રહ્યું છે ત્યાં બીજી તરફ અમેરિકાએ પણ જંગમાં ઊતરવાની તૈયારીઓ દર્શાવી છે. અમેરિકા હજુ સુધી સીધી રીતે યુદ્ધમાં આવ્યું નથી પરંતુ ભૂમધ્ય સાગરમાં અમેરિકાની સેના સતત વધી રહી છે. 

જરૂર પડી તો ગમે તે ઘડીએ અમેરિકા આ યુદ્ધમાં ઉતરે તેવા ભણકારા છે. અત્યાર સુધીમાં બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, એક એન્ફિબિયસ રેડો ગ્રુપ, એક મરીન એક્સપીડિશનરી યુનિટ સહિત બે હજાર સૈનિકો આવી ચૂક્યા છે. 

પેન્ટાગન દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો વ્હાઇટ હાઉસ દ્વારા આદેશ આપવામાં આવે તો માત્ર 24 કલાકની અંદર સેના યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જશે. 

બીજી તરફ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું છે કે અમેરિકા ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ અને UAV પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. 

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન બાદ હવે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ ઈઝરાયલનું સમર્થન કરવા માટે તેલ અવીવ પહોંચી રહ્યા છે. તેઓ ઈઝરાયલના પ્રધાનમંત્રી સાથે મીટિંગ કરશે અને આ જંગમાં બ્રિટન તેમનાથી ખભેથી ખભો મિલાવીને ઊભું છે તેવું આશ્વાસન પણ આપશે. 

ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં 12 દિવસમાં બંને તરફથી કુલ પાંચ હજાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે 17 હજારથી વધુ ઘાયલ છે. ઈઝરાયલમાં 1402 લોકોના મૃત્યુ થયા જ્યારે ગાઝામાં 3488 લોકોએ જીવ ગુમાવ્યો છે. વેસ્ટબેન્કમાં પણ 65 લોકોના મૃત્યુ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ